Not Set/ ડાંગમાં પડે છે રાજ્યનો સૌથી વધુ વરસાદ, છતા ઉનાળામાં અહી લોકો પાણી માટે મારે છે વલખા

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે જેને કારણે ડાંગને રાજયનું ચેરાપૂંજી કહેવામાં આવે છે,

Gujarat Others
1 328 ડાંગમાં પડે છે રાજ્યનો સૌથી વધુ વરસાદ, છતા ઉનાળામાં અહી લોકો પાણી માટે મારે છે વલખા

@રુશિ શર્મા, મંતવ્ય ન્યૂઝ – ડાંગ

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે જેને કારણે ડાંગને રાજ્યનું ચેરાપૂંજી પણ કહેવામાં આવે છે. જો કે સૌથી વધુ વરસાદ વરસતો હોવા છતાં અહી ઉનાળો આવતા પાણીની સમસ્યા જોવા મળે છે. સરકાર દ્વારા પાણી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં લોકોએ પાણી માટે ભટકવું પડતું હોય છે.

રાજકારણ / વેક્સિન રજીસ્ટ્રેશનને લઇને રાહુલની સલાહ- જીવનનો અધિકાર તે લોકોને પણ છે જેની પાસે ઇન્ટરનેટ નથી

રાજ્યના ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં સરેરાશ 100 ઇંચ કરતાં વધુ વરસાદ પડતો હોય છે, ચોમાસામાં લોકો ખાસ અહીંયા નદીઓ અને કુદરતી ધોધ જોવા દૂરદૂરથી આવતા હોય છે. તેમ છતાં અહીંયા રહેતા આદિવાસી લોકો માટે પીવાના પાણીની સમસ્યા ખૂબ મોટી છે, મોટા ભાગના ગામોમાં લોકોએ પાણીમાટે દુરદુર ભટકવું પડે છે, દિવસ હોયકે રાત પાણી માટેની લાઈન જોવા મળે છે, ગામમાં અને ઘરોમાં પાણી પહોંચાડવા માટે સરકારની વિવિધ યોજના નિષ્ફળ જોવા મળેછે, જ્યા ટાંકી બનાવી છે ત્યાં પાણી પહોંચતું નથી નળ કનેક્શન હોય ત્યાં પાણી આવતું નથી, સોનગીર ગામની મહિલાઓ પાણી માટે રોજ માથે બેડા લઈને 2 કિલોમીટરનો પહાડ ચઢે છે, ગામની તળેટીમાં આવેલ કુવાના આધારે જીવતા લોકો ઉનાળામાં માંડ તરસ મિટાવે એટલું પાણી મેળવી શકે છે ત્યારે ચોમાસામાં તેમના નસીબમાં ડહોળું પાણી હોય છે. આ પાણીને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે અને જુદા જુદા પ્રકારના રોજના ભોગ બનવું પડે છે. કમનસીબે આવું પાણી લેવા માટે પણ ગામના લોકોએ દુરદુર ભટકવું પડીરહયું છે. જંગલ વિસ્તારને કારણે અહિયાં હિંસક પ્રાણીનો ભય રહે છે જેથી લોકો સમૂહમાં પાણી લેવા જાય છે અને તેમાં પણ સાથે સુરક્ષા માટે એક બે માણસ જતા હોય છે.

સુરત: ડુમસ ફરવા ગયેલા એક કપલ માટે ટ્રક બની કાળ, થોડાક દિવસ પહેલા યુગલની થઈ હતી સગાઇ

સાપુતારાથી નજીક માહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલ બરડા ગામની હાલત સોનગીર કરતાં પણ ખરાબ છે, આદિવાસી અને પછાત ગામોમાં સરકારે વીજળી, રસ્તા સાથે મોબાઈલ નેટવર્ક ની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓને કારણે અહીંયા લોકો માટે જીવન જરૂરી એવું પાણી પહોંચતું નથી. બરડા ગામે વાસમો યોજના હેઠળ બનવવામાં આવેલ ટેન્ક તૂટી ગઇ છે, અહિયાં પણ ઘર ઘર પાણી એ માત્ર સ્વપ્ન જેવું લાગે છે. વર્ષો જૂનો પાણી નો કૂવો પણ જમીનમાં ધસી પડ્યો છે જોકે એક માત્ર આધાર હોય એટલે મહિલાએ જીવન જોખમે આ કુવાની તૂટેલી પાળ ઉપર ચઢી ને કે કુવામાં નીચે ઉતરીને પાણી લેવા મજબૂર છે. જિલ્લા ના આગેવાનો ના કહેવા મુજબ માનવજીવન અને પશુપાલન માટે જરૂરી એવા પાણી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પૈસા આપે છે પરંતુ અહીંના અધિકારીઓ મોટા ભાગની યોજના કાગળ ઉપર બતાવી લોકોના જીવન સાથે રમત રમી રહ્યા હોય એવું લાગે છે. જિલ્લામાં યોગ્ય સંકલન અને આયોજન ના અભાવે ડાંગ માં પાણી ની સમસ્યા હલ થઈ શકતી નથી. આગેવાનોને કહેવા મુજબ અધિકારીઓએ સ્થળ ઉપર આવી ને કામ કરવું જોઈએ એના બદલે ઓફિસમાં બેસી કામ કરે છે જેનું આ પરિણામ છે.

kalmukho str 6 ડાંગમાં પડે છે રાજ્યનો સૌથી વધુ વરસાદ, છતા ઉનાળામાં અહી લોકો પાણી માટે મારે છે વલખા