Ahmedabad/ દાણીલીમડા પોલીસનાં જવાનો ઘરમાં ઘુસતા જ ચારે તરફ લોહી જોઈ ચોંકી ગયા!!

દાણીલીમડા પોલીસ ને મેસેજ મળ્યો કે બેરલ માર્કેટ પાસેના એક મકાનમાં ગેરકાયદેસર કતલ ખાનું ચાલી રહ્યો છે. જેમાં અબોલ પશુઓને કાપીને તેનો બિન્દાસ્ત પણે વેચાણ થઈ રહ્યો છે…

Ahmedabad Gujarat
Makar 19 દાણીલીમડા પોલીસનાં જવાનો ઘરમાં ઘુસતા જ ચારે તરફ લોહી જોઈ ચોંકી ગયા!!

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

દાણીલીમડા પોલીસ ને મેસેજ મળ્યો કે બેરલ માર્કેટ પાસેના એક મકાનમાં ગેરકાયદેસર કતલ ખાનું ચાલી રહ્યો છે. જેમાં અબોલ પશુઓને કાપીને તેનો બિન્દાસ્ત પણે વેચાણ થઈ રહ્યો છે.

પોલીસે આ મેસેજ ના આધારે બેરલ માર્કેટ ના આશિયાના રો હાઉસમાં ફેજાન ઉર્ફે પપ્પુ ના ઘરમાં રેડ પાડી હતી. પોલીસ જ્યારે ઘરમાં ઘૂસી તો તેમની આંખો ખુલીને ખુલી જ રહી ગઇ. ઘરમાં ચારે તરફ લોહી જ લોહી હતું. આશરે ૧૦૦૦ કિલોગ્રામ જેટલું અબોલ પશુઓનો માંસ આમ તેમ પડ્યો હતો. આટલી મોટી સંખ્યામાં પશુ માંસ જોઈને પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. એટલું જ નહિ , ૧૫ નંગ પાડા સહિત 01 ભેંસ જીવિત હાલત માં પોલીસે કસાઈઓ પાસેથી બચાવી લીધી હતી.

આ મામલે દાણીલીમડા પોલીસે મજર હુસેન કુરેશી, સમીર બેગ , કયુમ કુરેશી, ઈરફાન કુરેશી , હામિદ કસાઈ અને જેના ઘરમાંથી પશુ માંસ મળ્યો તેનો માલિક ફેજાન ઉર્ફે પપ્પુ ની સામે ગુનો દાખલ કર્યો હતો. અને તમામ આરોપીઓની પાસેથી આશરે 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો