Limbadiya-Suicide/ લીંબડિયા કેનાલમાં માતાએ પુત્રી સાથે ઝંપલાવતાં પુત્રીનું મોત, માતાને બચાવી લેવાઈ

ગાંધીનગરમાં લીંબડીયા ખાતેની કેનાલમાં માતા-પુત્રીએ આત્મહત્યા કરતા સનસનાટી મચી જવા પામી છે. કેનાલમાં કૂદનારી મહિલાને દોરડાથી બચાવી લેવી હતી, પણ તેની સાથે કૂદનારી પુત્રીનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે.

Gandhinagar Top Stories Gujarat
Limbadiya Suicide લીંબડિયા કેનાલમાં માતાએ પુત્રી સાથે ઝંપલાવતાં પુત્રીનું મોત, માતાને બચાવી લેવાઈ

ગાંધીનગરઃ ગાંધીનગરમાં લીંબડીયા ખાતેની કેનાલમાં Limbadiya Canal-Suicide માતા-પુત્રીએ આત્મહત્યા કરતા સનસનાટી મચી જવા પામી છે. કેનાલમાં કૂદનારી મહિલાને દોરડાથી બચાવી લેવી હતી, પણ તેની સાથે કૂદનારી પુત્રીનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે. તેના લીધે અરેરાટી વ્યાપી ગઈ છે. આ કિસ્સામાં ડભોડા પોલીસે આત્મહત્યાના પ્રયાસનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે શનિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં એક મહિલા અને તેની સાથે એક 19 વર્ષની યુવતી લીંબડીયા કેનાલની આસપાસ ફરી રહેલા જોવા મળ્યા હતા. કેનાલ પરથી પસાર થનારાઓને બંનેની હિલચાલ Limbadiya Canal-Suicide યોગ્ય ન લાગતા તેમની પૂછપરછ પણ કરી હતી. જો કે મહિલાએ મજૂરીકામે ફરતા હોવાનું કહેતા લોકો આગળ નીકળી ગયા હતા. પણ તેના થોડા જ સમયમાં મહિલા તથા તેની પુત્રીએ લીંબડીયા કેનાલમાં છલાંગ લગાવતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને હોહા મચી ગઈ હતી.
આ ઘટનાને જોઈને લોકોએ કેનાલમાં દોરડી નાખીને બંનેને બચાવવાનો Limbadiya Canal-Suicide ભારે પ્રયાસ કર્યો હતો. મહિલાના હાથમાં દોરડું આવી જતા લોકોએ તેને બહાર કાઢી લીધી હતી. પુત્રી ઊંડા પાણીમાં ઉતરી ગઈ હોવાના લીધે ડૂબી જતા તેનું મોત થયુ હતુ. પણ માતાનો આબાદ બચાવ થયો હતો.
મહિલાને પૂછપરછ કરવામાં આવતા તેનું નામ તેણે સોનલબેન રાજીવકુમાર યોગી હોવાનું જણાવ્યું હતું. મૃતક યુવતીનું નામ પ્રાંજલ રાજીવકુમાર યોગી હતું. આ અંગે મહિલાએ અને તેની પુત્રીએ કયા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યુ તે હાલમાં જાણી શકાયું નથી. મહિલાના લગ્ન થઈ ગયા છે, પરંતુ તે છેલ્લા ત્રણ વર્ષથી તેના પિયર દાવડ ગામે રહેતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને આત્મહત્યાના કારણોમાં ઉંડા ઉતરવા પ્રયત્નશીલ છે.

 

આ પણ વાંચોઃ Anju New Video Viral/ પાકિસ્તાનથી ફરી સામે આવ્યો અંજુનો નવો વીડિયો, દુલ્હનના ડ્રેસમાં મળી જોવા..

આ પણ વાંચોઃ બોંબ વિસ્ફોટ/ પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા પહેલાનો વીડિયો આવ્યો સામે, અત્યાર સુધીમાં 44 લોકોના મોત

આ પણ વાંચોઃ Afghanistan/ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સંગીતના સાધનો સળગાવ્યા,યુવાનો સંગીતથી ભટકે છે! પ્રતિબંધ લગાવ્યો સંગીત પર

આ પણ વાંચોઃ Anju Becomes Fatima/ ભારતની અંજુ પર પાકિસ્તાનીઓ મહેરબાન, માત્ર 24 કલાકમાં 1.25 કરોડની ભેટ

આ પણ વાંચોઃ વિસ્ફોટ/ પાકિસ્તાનમાં JUI-Fની બેઠકમાં બોમ્બ વિસ્ફોટ થતા 40 લોકોના મોત,200થી વધુ ઘાયલ,બચાવ કામગીરી પૂરજોશમાં