Cricket/ મેલબોર્ન ટેસ્ટ હાર્યા પછી જો બર્ન્સની હાકલપટ્ટી ડેવિડ બર્નર અને વિલ પુકોવસ્કીની વાપસી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ માટે ડેવિડ વોર્નર અને વિલ પુકોવસ્કી ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી કરે છે, સાથે જ જો બર્ન્સને બહાર કરવામાં

Sports
cricket મેલબોર્ન ટેસ્ટ હાર્યા પછી જો બર્ન્સની હાકલપટ્ટી ડેવિડ બર્નર અને વિલ પુકોવસ્કીની વાપસી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ માટે ડેવિડ વોર્નર અને વિલ પુકોવસ્કી ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી કરે છે, સાથે જ જો બર્ન્સને બહાર કરવામાં આવ્યો છે. જો બર્ન્સ પ્રથમ બે ટેસ્ટમાં 51, 0, 4  અને અણનમ 8 રન બનાવ્યા હતા. ઈજાને કારણે વોર્નર પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર હતો અને હવે તે ત્રીજી ટેસ્ટમાં પાછા ફરવા માટે તૈયાર છે. ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે.

Australia v India 1st Test result: Joe Burns' redemption story, Boxing Day  Test teams | The Advertiser

બાકીની બે ટેસ્ટ માટેની ઓસ્ટ્રેલિયન ટીમ: ટિમ પેન (કેપ્ટન), સીન એબોટ, પેટ કમિન્સ, કેમેરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મોઇસિસ હેનરિક્સ, માર્નસ લેબુસ્ચેન, નાથન લિયોન, મિશેલ નાસેર, જેમ્સ પટિન્સન, વિલ પ્યુકોસ્કી , સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વીપસન, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર.

એવું માનવામાં આવે છે કે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી શ્રેણીની આ ટેસ્ટ મેચમાં વોર્નર અને પુકોવસ્કી ઓસ્ટ્રેલિયા તરફથી ઇનિંગ્સ શરૂ કરશે. રાષ્ટ્રીય પસંદગીકાર ટ્રેવર હોન્સે કહ્યું, ‘ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી અને સીન એબોટ આવતીકાલે સાંજે મેલબોર્નમાં સિડની ટેસ્ટની તૈયારી માટે ટીમમાં જોડાશે. ડેવિડની રિકવરી ઝડપથી થઈ છે અને તેને સિડની ટેસ્ટ રમવા માટે સંપૂર્ણ તક આપવામાં આવશે. સીન એબોટ ઇજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે અને તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. જો બર્ન્સને ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે અને બિગ બોશ લીગમાં તેની ટીમ બ્રિસ્બેન હીટ સાથે જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ 2 અને 3 જાન્યુઆરીએ મેલબોર્નમાં ટ્રેનિંગ લેશે અને ત્યારબાદ 4 જાન્યુઆરીએ સિડની જવા રવાના થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…