Not Set/ રોબર્ટ વાડ્રાએ આપ્યા રાજકીય એન્ટ્રીના સંકેત,મુરાદાબાદમાં લાગ્યા પોસ્ટર,નક્વીએ કહ્યું:જોકર આવી ગયો

  મુરાદાબાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા બાદ બનેવી રોબર્ટ વાડ્રાની પણ રાજકારણમાં એન્ટ્રીની અટકળો ચાલી રહીં છે. આ અનુમાન રોબર્ટ વાડ્રાની તાજેતરની ફેસબુક પોસ્ટ પરથી લગાવવામાં આવી રહી છે આ પોસ્ટ પરથી લાગી રહ્યું છે તેઓ પણ રાજનીતિમાં સક્રિય ભૂમિક ભજવવા માંગે છે. હવે સમાચાર સામે આવી રહ્યાં છે કે રોબર્ટ વાડ્રાને યુપીના […]

India Politics
robert vadra રોબર્ટ વાડ્રાએ આપ્યા રાજકીય એન્ટ્રીના સંકેત,મુરાદાબાદમાં લાગ્યા પોસ્ટર,નક્વીએ કહ્યું:જોકર આવી ગયો

 

મુરાદાબાદ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા બાદ બનેવી રોબર્ટ વાડ્રાની પણ રાજકારણમાં એન્ટ્રીની અટકળો ચાલી રહીં છે. આ અનુમાન રોબર્ટ વાડ્રાની તાજેતરની ફેસબુક પોસ્ટ પરથી લગાવવામાં આવી રહી છે આ પોસ્ટ પરથી લાગી રહ્યું છે તેઓ પણ રાજનીતિમાં સક્રિય ભૂમિક ભજવવા માંગે છે.

હવે સમાચાર સામે આવી રહ્યાં છે કે રોબર્ટ વાડ્રાને યુપીના મુરાદાબાદમાંથી તેમને ચૂંટણી લડવાની ઓફર આપવામાં આવી રહીં છે. મુરાદાબાદમાં યુથ કોંગ્રેસ તરફથી કેટલાક પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે, જેમાં લખ્યું છે કે રોબર્ટ વાડ્રા જી મુરાદાબાદ લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે તમારુ સ્વાગત છે.

રોબર્ટ વાડ્રાને રાજકારણમાં આવવા અંગે મીડીયા દ્રારા પુછવામાં આવ્યું તો એમણે કહ્યું કે હાલ તો હું મારા પર લાગેલા ખોટા આરોપોમાંથી સાફ નીકળવા માંગું છું…પણ હા,હું આના પર જરૂર કામ શરૂ કરીશ.મારે કોઇ ઉતાવળ નથી.લોકોની ઇચ્છા હોવી જોઇએ કે હું બદલાવ લાવી શકું તેમ છું

મુરાદાબાદમાં લાગેલા પોસ્ટર પર બીજેપીના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજકીય સર્કસમાં જોકરની જ એન્ટ્રી બાકી હતી, જે હવે જોવા મળી રહીં છે.

નકવીએ કહ્યું કે રોબર્ટ વાડ્રા જી તમારુ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે તમારુ સ્વાગત છે. સાથે જ તેમણે કહ્યું કે, આ જે પી-આર(પ્રિયંકા-રાહુલ) રાજકીય સર્કસ છે, તેમાં જોકરની એન્ટ્રી જ બાકી હતી અને હવે તે જોવા મળી રહીં છે.

નકવીએ રોબર્ટ વાડ્રાને આડે હાથ લીધા બાદ પુછ્યું કે શું તે રાજનીતિમાં આવવા માંગે છે અને ચૂંટણી લડવા માંગે છે?

ઉલ્લેખનીય છે કે મુરાદાબાદમાં જે પોસ્ટર્સ લાગ્યા છે તેમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પોસ્ટર પણ લાગ્યાં છે.