Not Set/ પાટણમાં બાબરી ચંદરાણીના સરપંચ ઉમેદવારનું મોત, પરિવારમાં છવાયો શોક

ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ પહેલા જ સરપંચ ઉમેદવારનું મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે ઉમેદવાર હ્રદય રોગનો હુમલો થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

Gujarat Others
ઉમેદવારનું મોત
  • પાટણમાં સરપંચ ઉમેદવારનું મોત
  • બાબરી ચંદરાણીના ઉમેદવારનું મોત
  • હ્રદય રોગના હુમલાથી થયું નિધન
  • સારવાર દરમિયાન મોત નિપજ્યું

પાટણમાં બાબરી ચંદરાણીના સરપંચ ઉમેદવારનું મોત નિપજ્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ પહેલા જ સરપંચ ઉમેદવારનું મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે ઉમેદવાર હ્રદય રોગનો હુમલો થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.દરમિયાન મોડી સાંજે નિધન થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો : સંખેડાના કાવીઠાનાં સરપંચ ઉમેદવાર એશ્રા પટેલ સામે ફરિયાદ, જાણો શું છે મામલો

આ મામલે મળતી માહિતી અનુસાર, સમી તાલુકાના બાબરી, ચાંદરણી સંયુક્ત ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં આ ગામના પૂર્વ સરપંચ સતુબેન ઠાકોર ઉંમર 65 વર્ષએ પણ સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.પરંતુ કમનસીબે ચૂંટણીના દિવસે તેમનું નિધન થતાં ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

આ પણ વાંચો :હિંમતનગરમાં જર્મનીનો દુલ્હો અને રશિયાની દુલ્હને કર્યા હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન

ચૂંટણીના દિવસે જ તેમનું નિધન થતા ચૂંટણી નિરસ બની હતી. તેમના દીકરા કાંતિજી ઠાકોરના જણાવ્યા પ્રમાણે સાતેક દિવસ પહેલા હાર્ટ એટેકની અસર થતા રાધનપુર ખાતે બે દિવસ સારવાર બાદ તબિયત વધુ લથડતા પાટણ ખાતે સારવાર ચાલી રહી હતી આ દરમિયાન ચૂંટણીના દિવસે જ વહેલી સવારે સતુબેનનું નિધન થયું હતું ચૂંટણીના દિવસે જ સરપંચના ઉમેદવારનું નિધન થતા એક બાજુ લોકો મતદાન કરી રહ્યા હતા અને બીજી બાજુ એ જ દિવસે સરપંચના ઉમેદવારને અગ્નિ સંસ્કાર આપવામાં આવી રહ્યા હતા આવી વિકટ સ્થિતિમાં તેમના પરિવારજનો તથા ટેકેદારોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

આ પણ વાંચો :અમદાવાદ બાદ હવે રાજકોટની શાળાના 4 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો :અમદાવાદની શાળાઓમાં કોરોનાના કેસ વધ્યા,શિક્ષણ વિભાગ એલર્ટ….

આ પણ વાંચો :રાજ્યમાં ઓમિક્રોનના કેસ મામલે શિક્ષણ મંત્રીની જાહેરાત,શાળાઓ બંધ નહી કરાય,પરિપત્ર જાહેર કર્યો