મહાઠગ/ ઠગ કિરણ પટેલ પર રાજ્યસભામાં ચર્ચાની માંગ, શક્તિસિંહે કહ્યું- આરોપીને કેવી રીતે મળી Z પ્લસ સુરક્ષા

મહાઠગ કિરણ પટેલનો મુદ્દો રાજ્યસભામાં પણ ગાજ્યો છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં કિરણ પટેલ મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરી છે.

Top Stories Gujarat Others
કિરણ પટેલ

કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ માંગ કરી છે કે ગૃહમાં અન્ય મુદ્દાઓ પર ચર્ચા પહેલા કિરણ પટેલના કેસની ચર્ચા કરવામાં આવે. ગોહિલે પૂછ્યું કે કિરણ પટેલને ઝેડ પ્લસ સુરક્ષા કવચ કેવી રીતે આપવામાં આવ્યું અને શા માટે તેને એવા વિસ્તારોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી જ્યાં સામાન્ય નાગરિકોને મંજૂરી નથી. શક્તિસસિંહ ગોહિલે માંગ કરી છે કે કિરણ પટેલ પર ચર્ચા માટે રાજ્યસભામાં તમામ ચર્ચા સ્થગિત કરવામાં આવે. આ સંદર્ભે, રાજ્યસભામાં નિયમ 267 હેઠળ, તેમણે ગૃહમાં તમામ ચર્ચાઓ સ્થગિત કરીને કિરણ પટેલ પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી છે.

મહાઠગ કિરણ પટેલ હાલ ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનો વિષય છે અને હવે તો આ મુદ્દો સંસદ સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભાના નિયમ 267 હેઠળ એવી માંગ કરી છે કે ગૃહમાં બીજી ચર્ચાઓ પછી પણ પહેલા કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરો કે “કયા કારણોસર કિરણ પટેલને Z+ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું અને જ્યાં નાગરિકોને જવાની મંજૂરી ન હોય તેવા વિસ્તારોમાં કેમ જવા દેવામાં આવ્યો હતો?”

વડાપ્રધાન કાર્યાલય એડીશનલ ડાયરેક્ટરના હોદા  પર હોવાનું જુઠ્ઠાણુ ચલાવીને જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં તે ફરતો હોવા છંતાય, તેના વિરૂદ્વ જાસુસી કે કોઇ કાવતરૂ રચવાની કલમો દાખલ કરવામાં આવી નથી. કાયદા નિષ્ણાંતો અને નિવૃત પોલીસ અધિકારીઓએ શ્રીનગર પોલીસ પર અનેક સવાલ પણ ઉભા કર્યા છે.

ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું કહી જમ્મુ-કાશ્મીરમાં સત્તાવાર પ્રવાસે હોવાનું કહીને એક વાર નહી પણ સતત ચાર વાર જમ્મુ કાશ્મીરમાં બુલેટ પ્રુફ ગાડીઓમાં ઝેડ પ્લસ સિક્યોરીટી રાખીને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.  જો કે તેની અટકાયત બાદ બીજી માર્ચના રોજ નિશાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તેની 14 દિવસની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પોલીસ કોઇ ચોક્કસ વિગતો મેળવી શકી નથી.

કૌભાંડી કિરણ પટેલે રાજકારણીઓના પરિવારજનોને પણ છેતર્યા છે. નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો આલિશાન બંગલો કિરણ પટેલે પચાવી લીધો હતો. જેને લઈ જગદીશ ચાવડાએ ન્યૂઝ પેપરમાં નોટિસ પણ આપી હતી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન્સ બંગલોમાં આવેલો 11 નંબર નો બંગલો જગદીશ ચાવડાનો છે, જે વર્ષોથી અહીં રહે છે. જગદીશ ચાવડાના બંગલોમાં રિનોવેશનનું કામ ચાલતું હતું, ત્યારે પરિવાર કોઈ કારણસર અમદાવાદ થી 5 થી 6 દિવસ માટે બહાર હતું. તે સમય દરમ્યાન કિરણ પટેલે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને 18 કરોડના બંગલામાં પોતાના પરિવાર સાથે 500 જેટલા લોકોની હાજરીમાં વસ્તુ પૂજન પણ કર્યું હતું. બંગલાના વીડિયો આજે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળે છે. આ બંગલાના મુખ્ય દરવાજા પર 7 ઘોડાનું એક વોલપીસ પણ મુકાયેલું છે.

કોણ છે ઠગ કિરણ પટેલ?

ઠગ કિરણ પટેલ વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ, તેની ટ્વિટર પ્રોફાઇલ દર્શાવે છે કે તેણે કોમનવેલ્થ યુનિવર્સિટી, વર્જિનિયામાંથી પીએચડી કરી છે. ઉપરાંત, તેણે તેની પ્રોફાઇલમાં લખ્યું છે કે તેણે IIM ત્રિચીમાંથી MBA કર્યું છે. આ ઉપરાંત કિરણ પટેલે એમ પણ કહ્યું છે કે તે એમટેક છે અને બીઈ કોમ્પ્યુટર કર્યું છે. તેણે પ્રચાર પ્રબંધક, વિશ્લેષક અને વ્યૂહરચનાકાર હોવાનો પણ દાવો કર્યો હતો. જો કે હવે મામલો સામે આવતાં પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે ફેબ્રુઆરીમાં પહેલીવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગએ તેના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ અને કાશ્મીરના પ્રવાસ વિશે ઘણા વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં તેની સાથે સીઆરપીએફના જવાનો પણ જોવા મળે છે.

આ પણ વાંચો:કચ્છમાં ફરી આવ્યો ભૂકંપ, એટલી તીવ્રતાથી ધ્રુજી ધરતી

આ પણ વાંચો:મહાઠગ કિરણ પટેલને સુરતના ડાયમંડ અગ્રણીએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

આ પણ વાંચો:કિરણ પટેલ મામલે વધુ એક ખુલાસો, જાણો કોણ છે અને ક્યાં ક્યાં નોધાઇ ચુક્યા છે તેના સામે કેસ

આ પણ વાંચો:ઘર વિહોણા પરિવારોને ઘર આપવાના PMના સંકલ્પ અંતર્ગત વર્ષ 2024 સુધી પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક

આ પણ વાંચો:પિતા ખોટા પરીક્ષા કેન્દ્ર પર છોડીને જતા રહ્યા, વિદ્યાર્થિનીને રડતા જોઈએ પોલીસકર્મીએ કર્યું આવું…