Not Set/ રાજકોટમાં ગરબા કરાયા રદ્દ, વરસાદમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લેવાયો નિર્ણય

નવરાત્રીની શરૂઆત એવા સમયે થઇ છે કે જ્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખેલૈયાઓમાં વરસાદનાં કારણે ઉદાસિનતા જોવા મળી રહી છે. ત્યારે રાજકોટનાં ખેલૈયાઓ માટે પહેલા નોરતામાં એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. રાજકોટમાં વરસાદનાં કારણે અનેક આયોજકોએ ગરબા રદ્દ કર્યા હતા. ભારે વરસાદનાં કારણે ગરબા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજકોટમાં ખેલૈયાઓને હાલાકીનો […]

Top Stories Gujarat Rajkot
pjimage 2019 09 30T132837.788 રાજકોટમાં ગરબા કરાયા રદ્દ, વરસાદમાં શોર્ટ સર્કિટ થવાના કારણે લેવાયો નિર્ણય

નવરાત્રીની શરૂઆત એવા સમયે થઇ છે કે જ્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખેલૈયાઓમાં વરસાદનાં કારણે ઉદાસિનતા જોવા મળી રહી છે. ત્યારે રાજકોટનાં ખેલૈયાઓ માટે પહેલા નોરતામાં એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. રાજકોટમાં વરસાદનાં કારણે અનેક આયોજકોએ ગરબા રદ્દ કર્યા હતા. ભારે વરસાદનાં કારણે ગરબા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો.

રાજકોટમાં ખેલૈયાઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે અનેક આયોજકોએ ગરબાને રદ્દ કર્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર વરસાદી માહોલમાં સોર્ટ સર્કિટની સંભાવનાઓ વધુ રહે છે જેને ધ્યાને લઇને આયોજકો દ્વારા ગરબાને રદ્દ કરવામા આવ્યા હતા. વરસાદે ખેલૈયાઓનાં રંગમાં ભંગ પાડ્યો છે ત્યારે આયોજકો પણ ભારે વરસાદનાં કારણે ચેતી ગયા છે. રાજકોટમાં ગઇ કાલથી વરસાદ ખૂબ પડી રહ્યો છે. ત્યારે જો આજે પણ વરસાદ પડશે તો આજે પણ આયોજકો ગરબાને રદ્દ કરી શકે છે.

રાજકોટમાં આયોજકોએ પુરતો પ્રયત્ન કર્યો હતો કે ગરબાનાં તાલ સાથે ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠે પરંતુ કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોવાના કારણે આયોજકોને મજબૂરીમાં ગરબાને રદ્દ કરવા પડ્યા હતા. જો કે આજનું વાતાવરણ જોઇ પણ કહી શકાય કે આજે પણ રાજકોટમાં આયોજકો ગરબાને રદ્દ કરી શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.