Covid-19/ રાજ્યમાં કોરોનાનાં આંકમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા આટલા કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. આ વચ્ચે બ્રિટનથી કોરોનાનાં નવા સ્ટ્રેને સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કરી દીધો છે. આ કોરોનાનો નવો સ્ટ્રેનનો ભારતમાં પણ પ્રવેશ થઇ ચુક્યો છે…

Gujarat Others
11 5 sixteen nine 6 રાજ્યમાં કોરોનાનાં આંકમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા આટલા કેસ
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 602
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 253161
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 3
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 855
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 241372
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7439

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. આ વચ્ચે બ્રિટનથી કોરોનાનાં નવા સ્ટ્રેને સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કરી દીધો છે. આ કોરોનાનો નવો સ્ટ્રેનનો ભારતમાં પણ પ્રવેશ થઇ ચુક્યો છે. જો કે ગુજરાત માટે રાહતનાં સમચાર છે કે ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 602 નવા કેસ નોંધાયા છે.

વળી ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસની વાત કરીએ તો તેે આંક 2,53,161 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3 લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 4,344 એ પહોંચ્યો છે. જો કે આ સમયગાળામાં 855 દર્દીઓને ડિસ્ચાર્જ્ પણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 2,41,372 પર પહોંચી ગઇ છે. વળી રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસનો આંક 7,439 છે.

ઉલ્લેખનીય છેે કે, પાછલા દિવસોની સરખામણીએ હાલ ગુજરાતમાં કોરોના પૂર્ણ રીતે કાબૂમાં હોવાની આરે જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પાછલા દિવસોનાં પ્રમાણમાં અંશતઃ સતત ઘટાડો જોવામાં આવી રહ્યો છે.

Ahmedabad: યુવતીની બાબતમાં એક યુવક પર કરાયો છરી વડે હુમલો…

Ahmedabad: ઉત્તરાયણની ઉજવણી કરવા ગૃહમંત્રી આવશે વતનમાં…

Ahmedabad: સરકાર ની ગાઈડલાઇન મુજબ ઉજવાશે ઉતરાયણ, ડ્રોન મારફતે પોલીસ રાખ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો