Not Set/ ગુજરાતભરમાં વરસાદની ઘટ, પાણીની અછતથી સિંચાઇની સમસ્યાથી ખેડૂતો ચિંતાતુર

ગુજરાતમાં 30 ઓગસ્ટની સ્થિતિએ ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 42.35 ટકા થયો છે. આજની સ્થિતિએ વરસાદની 57.65 ટકા ઘટ છે. રાજ્યના ઉત્તરગુજરાત…

Gujarat Others
વરસાદની

ગુજરાતમાં 30 ઓગસ્ટની સ્થિતિએ ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 42.35 ટકા થયો છે. આજની સ્થિતિએ વરસાદની 57.65 ટકા ઘટ છે. રાજ્યના ઉત્તરગુજરાત ઝોનમાં સૌથી ઓછો વરસાદ 31.33 ટકા થયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ દક્ષિણગુજરાત ઝોનમાં થયો છે. જે 51.27 ટકા થયો છે.

આ પણ વાંચો :ખેડૂત પાણી માટે વલખા મારી રહ્યો છે ત્યારે SOU ક્રુઝ સેવા શરૂ કરવા 12 કિલોમીટર લાંબુ સરોવર પાણી થી ભરવાનો નિર્ણય કેટલો યોગ્ય

ગુજરાતમાં 30 વર્ષની તુલનાએ રાજ્યનો સરેરાશ વરસાદ 34 ઇંચ નિર્ધારિત થયેલો છે. આજની સ્થિતિએ રાજ્યમાં 30 ઓગસ્ટની સ્થિતિએ માત્ર 14.20 ઇંચ વરસાદ થયો છે. જ્યારે હવે માત્ર ચોમાસુ સમાપનને માત્ર દોઢ મહિનો જ બાકી છે ત્યારે આગામી સપ્તાહમાં વરસાદ નહીં આવે તો જળાશય અને પશુપાલન સહિત રાજ્યમાં વિકટસ્થિતિ સર્જાઇ શકે છે. હાલ પણ રાજ્યના ચાર જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર ,  બનાસકાંઠા અને દેવભૂમિદ્વારકાજિલ્લામાં તો ટેન્કરથી પાણી પૂરા પાડવાનો પ્રારંભ થઇ ગયો છે. પરિણામે આગામી સમયમાં અન્યજિલ્લામાં પણ વિકટ સ્થિતિનો સામનો કરવો પડે એવી શક્યતા નકારી શકાય એમ નથી.

આ પણ વાંચો :કામસૂત્ર નામની બુકમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ લગાવી આગ, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો :  શું તમે પણ ગાંઠિયાના શોખીન છો તો સાવધાન, અહીં ગાંઠિયામાં મળી આવ્યો કપડા ધોવાના સોડા

ગુજરાતમાં કયા ઝોનમાં કેટલો વરસાદ ?

 ઝોન                       –    વરસાદ (ટકાઃ

કચ્છઝોન                  –        31.64  ટકા

ઉત્તરગુજરાત ઝોન     –      31.33 ટકા

મધ્ય-પૂર્વ ઝોન           –       39.27 ટકા

સૌરાષ્ટર ઝોન             –       37. 23 ટકા

દક્ષિણગુજરાત ઝોન   –      51.27 ટકા

રાજ્યના ઝોન પ્રમાણે જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક છે. કચ્છ અને ઉત્તરગુજરાતના જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબ જ નહીવત છે.પરિણામે આ ઝોનમાં પાણીની વિકટસમસ્યા સર્જાઇ છે.

આ પણ વાંચો :ભાવિના પટેલને રાજ્ય સરકાર આપશે ઇનામ, રમત-ગમત મંત્રી ઇશ્વર પટેલે કરી જાહેરાત

રાજ્યના જળાશયોમાં જળસંગ્રહ

 ઝોન                          –   જળસંગ્રહ (ટકા)  –  ઉપયોગલાયક જથ્થો (ટકા)

કચ્છ                            –     20                            –     13

સૌરાષ્ટ્ર                         –    40                            –   37

ઉત્તરગુજરાત               –    24                            –     18

 મધ્ય-પૂર્વ ગુજરાત      –    42                             –     39

દક્ષિણગુજરાત            –    65                             –    61

સરેરાશ                             51                                   48

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 46 ટકા જળસંગ્રહ સામે માત્ર 12 ટકા જથ્થો જ ઉપયોગમાં લઇ શકાય એમ છે. એકંદર જળાશયોમાં પાણીના સ્તર ઘટતાં પાણીની સમસ્યા સર્જાઇ છે. વર્તમાન સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા હવે સરકારના અછત જાહેર કરવાના નિર્ણય પર સૌની નજર છે.

આ પણ વાંચો :કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનો કારમાંથી મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચો :Dy.CM નીતિન પટેલનાં હિંદુઓની બહુમતિવાળા નિવેદનને પાટીલનું સમર્થન કહ્યું, હું તેમની સાથે સંમત છું

આ પણ વાંચો : અમદાવાદ ટ્રાફિક પોલીસ બની ડિઝિટલ હવે દંડની રકમ માટે પૈસા નથી તેવા બહાના નહિ ચાલે