Not Set/ દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસોમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

ભારતમાં કોરોના વાયરસનાં નવા કેસો 125 દિવસો બાદ સૌથી ઓછા નોંધાયા છે. આ દરમ્યાન, કોરોનાવાયરસમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ 117 દિવસ પછી નીચા સ્તરે આવી ગઈ છે.

Top Stories India
11 410 દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસોમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

ભારતમાં કોરોના વાયરસનાં નવા કેસો 125 દિવસો બાદ સૌથી ઓછા નોંધાયા છે. આ દરમ્યાન, કોરોનાવાયરસમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ 117 દિવસ પછી નીચા સ્તરે આવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં નવીનતમ માહિતી અનુસાર, છેલ્લા દિવસે દેશભરમાં કોરોનાવાયરસસનાં 30 હજાર 93 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે સક્રિય કેસ ફક્ત 4 લાખ 6 હજાર 130 પર આવી ગયા છે.

શાળા શિક્ષણ / AIIMS નાં ડાયરેક્ટરની સલાહ, શાળા ખોલવા અંગેે હવે વિચાર કરવો જોઈએ

મહામારીની ત્રીજી લહેરનાં ભય વચ્ચે દેશમાં કોરોના વાયરસનાં દૈનિક કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે આ આંકડા જાહેર કરતાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 30,093 નવા કેસ મળી આવ્યા છે અને 374 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોનાનાં 45,254 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને પોતાના ઘરે પરત ફર્યા છે. આ નવા આંકડાઓ સાથે, દેશમાં સંક્રમણનાં કુલ કેસો વધીને 3,11,74,322 થયા છે અને સાજા દર્દીઓની સંખ્યા વધીને 3,03,53,710 થઈ ગઇ છે.

બ્રેકીંગન્યૂઝ / શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને આજે કોર્ટમાં હાજર કરાશે, રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરપકડ કરવામાં આવી હતી

કોરોનાવાયરસથી ઠીક થનારા લોકોનો દર પણ વધીને હવે 97.37 ટકા પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 45 હજાર 254 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. વળી, હવે સક્રિય કિસ્સાઓ કુલ કેસનાં માત્ર 1.30 ટકા રહ્યા છે. આ દરમ્યાન દેશમાં કોરોનાનાં કારણે 374 લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે હવે દેશમાં કોરોનાનાં કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોનો કુલ આંકડો 4 લાખ 14 હજાર 482 પર પહોંચી ગયો છે. છેલ્લી વખત 16 માર્ચે કોરોનાનાં દૈનિક કેસો 30,000 ની નીચે હતા. જો કે, સોમવારે, ઘણી વાર કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળે છે કારણ કે સપ્તાહનાં અંતે ઓછી તપાસ થતી હોય છે. આ પહેલા રવિવારે ભારતમાં કોરોનાનાં 38 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.