કોરોના અપડેટ/ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો,આજે નવા 16,935 કેસ,51 દર્દીઓના મોત

દેશમાં કોરોનાના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા.પ્રતિદિવસ  કોરોનાના કેસોની સંખ્યા 15 હજારને પાર હોય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 935 નવા કેસ નોંધાયા છે

Top Stories India
8 15 દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો,આજે નવા 16,935 કેસ,51 દર્દીઓના મોત

દેશમાં કોરોનાના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા.પ્રતિદિવસ  કોરોનાના કેસોની સંખ્યા 15 હજારને પાર હોય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 935 નવા કેસ નોંધાયા છે જે ગઈકાલના આંકડા કરતા ઓછા છે. આ સમયગાળા દરમિયાન રોગચાળાને કારણે 51 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ,  નવીનતમ આંકડાઓ પછી, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 1 લાખ 44 હજાર 264 થઈ ગઈ છે.  દૈનિક હકારાત્મકતા દરમાં પણ વધારો થયો છે. હવે આ દર 6.48 ટકા પર પહોંચી ગયો છે.

જમ્મુ-કાશ્મીર / LOC પાસે બલાસ્ટ થતા બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ