રામ મંદિર/ શ્રીરામ મંદિર નિધિ સમર્પણમાં કચ્છી માંડું એ દિલ ખોલી છુટ્ટા હાથે નોધાવ્યો ફાળો, જાણો કોણે કેટલી રકમ આપી..?

શ્રીરામ મંદિર નિધિ સમર્પણમાં કચ્છી માંડું એ દિલ ખોલી છુટ્ટા હાથે નોધાવ્યો ફાળો, જાણો કોણે કેટલી રકમ આપી..?

Gujarat Others
chhotu vasava 7 શ્રીરામ મંદિર નિધિ સમર્પણમાં કચ્છી માંડું એ દિલ ખોલી છુટ્ટા હાથે નોધાવ્યો ફાળો, જાણો કોણે કેટલી રકમ આપી..?

@કૌશિક છાયા, કચ્છ

અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણમાં તમામ દેશવાસીઓ પોતાનું યોગદાન આપે તેવા આશયથી શ્રીરામ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા આથી રામ મંદિર માટે ફંડ ફાળો ઉઘરાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેની શરૂઆત દેશના રાષ્ટ્રપતિના ફંડ દ્વારા કરવામાં આવી હતી.

દેશમાં દરેક રાજ્ય અને શહેરોમાં આજથી રામમંદિર માટે નિધિ સમર્પણ કર્ય્લ્રમની શરુ આત થઇ છે. જે અંતર્ગત કચ્છી માંડું પણ પાછળ પડે તેમ નથી. કચ્છ જિલ્લા દ્વારા ફંડ એક્ત્ર કરવાની કામગીરીનો પ્રારંભ થયો છે. આ માટે ભુજના આરટીઓ વિસ્તારમાં આવેલ રાજગોર સમાજવાડી ખાતે નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.  જેમાં કચ્છના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ ૧ લાખ પ૧ હજાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે પ૧ હજાર, આપ્યા હતા. તો ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ ૧ લાખ ૧ હજાર અને જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂદ્ધ દવે ૧ લાખ ૧૧ હજારનો ચેક અર્પણ કર્યો હતો.

૭૦૦ કરોડના ખર્ચે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે સૌ કચ્છીઓ પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરાઈ હતી. સાધુ – સંતોની પ્રેરણા અને માર્ગદર્શનથી નિધિ સમર્પણ કાર્યક્રમનો કચ્છમાં પ્રારંભ થયો છે.પ્રથમ દિવસે જ યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના દાતાઓએ ઉદાર દિલે દિલેરી દાખવીને ર કરોડ ૭ર લાખનું સમર્પણ રામ મંદિર માટે આપ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…