Not Set/ દિપીકા પાદુકોણના બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ: રાહત કાર્ય પુરજોશમાં

મુંબઈના વરલી વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક ઈમારતમાં  આગ લાગી હોવાની ખબર છે. એએનઆઈ અનુસાર અપ્પાસાહેબ મરાઠે માર્ગ પર આવેલા બ્યુમોંડ ટાવરના ઉપરના માળોમાં આગ લાગી છે. સામે આવેલી તસ્વીરોમાં બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઘટના સ્થળે 10 ફાયર ટેન્ડર્સ, 5 જમ્બો ટેન્કર્સ, ૨ હાઈડ્રોલીક પ્લેટફોર્મ અને કેટલીક એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. બીએમસીના […]

Top Stories India
prabhadevi fire દિપીકા પાદુકોણના બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ: રાહત કાર્ય પુરજોશમાં

મુંબઈના વરલી વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક ઈમારતમાં  આગ લાગી હોવાની ખબર છે. એએનઆઈ અનુસાર અપ્પાસાહેબ મરાઠે માર્ગ પર આવેલા બ્યુમોંડ ટાવરના ઉપરના માળોમાં આગ લાગી છે. સામે આવેલી તસ્વીરોમાં બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઘટના સ્થળે 10 ફાયર ટેન્ડર્સ, 5 જમ્બો ટેન્કર્સ, ૨ હાઈડ્રોલીક પ્લેટફોર્મ અને કેટલીક એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. બીએમસીના જણાવ્યા મુજબ આ લેવલ-3 પ્રકારની આગ છે. શરૂઆતી રીપોર્ટ મુજબ રહેણાંક ઈમારતના બી વિંગના ટોપ ફ્લોરમાં આગ લાગી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ બપોરે લગભગ 2.10 વાગ્યે આગ જોવા મળી હતી અને થોડાજ સમયમાં કાળો ધુમાડો નીકળવા માંડ્યો હતો.

બોલીવૂડ અભિનેત્રી દિપીકા પાદુકોણ પણ આ જ બિલ્ડીંગમાં રહે છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે ઘટના સમયે દિપીકા  બિલ્ડીંગમાં હતી કે કેમ.

એએનઆઈના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 90 લોકોને બચાવવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી છે.