MANTAVYA Vishesh/ દીપેન્દર હૂડા મેકડોનાલ્ડ પરના નિવેદનથી વિવાદ

ડોનાલ્ડ ટ્રમ્પનું મોઢું બંધ કરો, નહીં તો મેકડોનાલ્ડને તાળા મારો જેવા ઉપરોક્ત શબ્દો, કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડાએ ઉચ્ચારીને આખી સંસદને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી હતી. ફક્ત સંસદ જ નહીં આખા દેશમાં તેમનું આ નિવેદન વાઇરલ થઈ ગયું છે.

Mantavya Vishesh

ડોનાલ્ડ ટ્રમ્પનું મોઢું બંધ કરો, નહીં તો મેકડોનાલ્ડને તાળા મારો જેવા ઉપરોક્ત શબ્દો, કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડાએ ઉચ્ચારીને આખી સંસદને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી હતી. ફક્ત સંસદ જ નહીં આખા દેશમાં તેમનું આ નિવેદન વાઇરલ થઈ ગયું છે.

ઓપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચા ચાલી રહી હતી તે સમયે હરિયાણવી જાટ હુડાનું આ નિવેદન આખા દેશમાં વાઇરલ થઈ ગયુ છે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઓપરેશન સિંદૂર પછી લગભગ 15થી 20 વખત કહી ચૂક્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ મેં કરાવ્યો, તેની સામે છેલ્લામાં છેલ્લે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચે વિશ્વના કોઈપણ ત્રીજા દેશે યુદ્ધવિરામ કરાવ્યો નથી. ઓપરેશન સિંદૂરનું લક્ષ્યાંક પાક.માં આતંકી ઠેકાણા પર હુમલો હતો, યુદ્ધ નહીં. અમારા પ્રહારથી પાક. થથરી ગયુ અને તેણે તેના અધિકારી દ્વારા યુદ્ધવિરામનો સંદેશો મોકલ્યો, જે પ્રસ્તાવ અમે સ્વીકારી લીધો. અમારું લક્ષ્યાંક ક્યારેય સંપૂર્ણ કક્ષાનું યુદ્ધ હતુ જ નહીં તો પછી બંને દેશ વચ્ચે યુદ્ધવિરામનો સવાલ જ ક્યાં આવે છે.

આના અંગે દીપેન્દ્રસિંહ હુડાએ આપેલા નિવેદનના પગલે આખા દેશમાં હવે Donaldની સાથે McDonaldની પણ ચર્ચા થવા લાગી છે. હૂડાના નિવેદનના પગલે McDonald લાઇમલાઇટમાં આવી ગઈ છે. McDonaldની ચેઈન શહેરોમાં હોવાથી નાના ટાઉન અને ગ્રામીણ વિસ્તારોના લોકો પણ તેના પર સર્ચ કરવા લાગ્યા છે. તેમા પણ હરિયાણાના લોકો તો ખાસ સર્ચ કરવા લાગ્યા છે, કારણ કે હરિયાણાના સાંસદે નિવેદન કર્યુ છે. લોકો તેના પર પ્રતિક્રિયા પણ આપવા લાગ્યા છે.

આ સમયે દરેકને જાણવાની ઇચ્છા થાય કે ડોનાલ્ડ ટ્રમ્પ તો અમેરિકાના પ્રમુખ છે, પરંતુ મેકડોનાલ્ડ શું છે, તો જાણી લો કે મેકડોનાલ્ડ વિશ્વની સૌથી મોટી ફૂડ ચેઇન છે. તેનો પ્રારંભ 1940માં થયો હતો. આજે તેનો પથારો વિશ્વના 71 દેશોમાં ફેલાયેલો છે. હા, ભારત પણ તેમાનો એક દેશ છે. યુક્રેન પર આક્રમણ થયું ન હતું ત્યાં સુધી રશિયામાં પણ મેકડોનાલ્ડ હતી, પરંતુ યુક્રેન પર આક્રમણના વિરોધમાં તેણે ત્યાંથી તેનો કારોબાર સંકેલી લીધો છે. હાલમાં તે ચીનમાં પણ છે. તેનું બજારમૂલ્ય હાલમાં 213 અબજ ડોલર એટલે કે લગભગ 18 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. એક ફૂડ ચેઇનને કેવી રીતે વિકસાવી શકાય અને તેમા સ્થળ અને કાળ મુજબની વૈવિધ્યતા ઉમેરીને કારોબારનો વ્યાપ કેવો વિકસાવી શકાય છે તેનું ઉદાહરણ મેકડોનાલ્ડે પૂરુ પાડ્યા છે.

અહી આપણે સમોસા કે ભજિયાની બીજી લારી કરવી હોય તો પણ ફાંફા પડી જાય છે ત્યાં મેકડોનાલ્ડ તેના ફ્રેન્ચાઇઝી બિઝનેસ મોડેલના કારણે વિશ્વની સૌથી મૂલ્યવાન ચેઇનમાં સ્થાન પામી છે અને આટલા વર્ષે પણ અડીખમ છે. તેના બિઝનેસ મોડેલે અનેક રેસ્ટોરા શ્રૃંખલાઓને ફ્રેન્ચાઇઝી મોડેલ શરૂ કરવા પ્રેર્યા છે, કેટલીય રેસ્ટોરાએ પિત્ઝાને લઈને આ પ્રકારની ચેઇન ચલાવે છે, તેમા ઘણાને સફળતા મળી છે. આમ છતાં આજે પણ મેકડોનાલ્ડ જેવી સફળતા કોઈને મળી નથી. એક સમયે અમેરિકામાં ઘેર-ઘેર જાણીતું આ નામ મેકડોનાલ્ડ આજે વિશ્વના કેટલાય દેશોમાં જાણીતું નામ બની ગયું છે. આજે આ ફૂડ ચેઇનના વડા તરીકે ક્રિસ્ટોફર જોન કેમ્પઝિન્સ્કી છે. આ ફૂડ ચેઇન કંપની આજે વિશ્વમાં 71માં નંબરની મૂલ્યવાન કંપની છે.

હવે કદાચ શું મેકડોનાલ્ડ પર નિવેદન કરી દીપેન્દ્ર હુડા પણ આટલા જાણીતા બની જશે. આજે મેકડોનાલ્ડ પરના નિવેદનના કારણે તે આખા દેશમાં જાણી બની ગયા છે. દીપેન્દર હુડા ભુપેન્દ્ર હૂડાનો જાટ કુટુંબનો રાજકીય વારસો આગળ વધારવા તત્પર છે. આગામી સમયમાં તેને હરિયાણા કોંગ્રેસનો મુખ્ય ચહેરો બનાવવાની કવાયત ચાલી રહી છે.

હૂડાએ સંસદમાં તેના તાજેતરના નિવેદન દ્વારા તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ટ્રમ્પનું મોઢું બંધ થાય તેવો જવાબ સરકાર આપે અને ન આપે તો મેકડોનાલ્ડને અહીં બંધ કરાવે. એટલે કે મેકડોનાલ્ડ ચેઇનને ભારતમાંથી આટોપી લેવાનો આગ્રહ સરકાર પાસે કર્યો છે. જો કે વર્તમાન પરિસ્થિતિમાં આ વાત અશક્ય છે, કારણ કે ભારત વિશ્વ વેપાર સંગઠન સાથે કરારબદ્ધ છે. આના કારણે ભારત આ પ્રકારનું પગલું ભરી શકે તેમ નથી. ફક્ત ભારત જ નહીં ચીન પણ કરી શકે તેમ નથી.

કદાચ બહુ-બહુ સ્થાનિકો તેના ઉત્પાદનનો બહિષ્કાર કરી શકે, પરંતુ આજે ફાસ્ટ ફૂડ કલ્ચર દેશમાં એટલું વધી ગયું છે કે આ પ્રકારનું પગલું ભરવું અશક્ય છે. આજે કોઈને તમે વડાપાઉં ખાતા અટકાવી શકતા નથી. આ સંજોગોમાં હવે મેકડોનાલ્ડ જેવી ફૂડ ચેઇનનો બહિષ્કાર કરવો માની ન શકાય તેવી વાત છે. મેકડોનાલ્ડે રશિયામાંથી કારોબાર સમેટી લીધો, તેની કંપની પર અસર થઈ નથી. આમ એક-બે દેશોમાં કારોબાર બંધ થાય તો કંઈ મેકડોનાલ્ડને વાંધો ન આવે, પરંતુ ભારતને ચોક્કસ તકલીફ પડે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો