શેટ્ટારનો પરાજય/ કોંગ્રેસના જંગી વિજય છતાં ભાજપના બળવાખોર નેતા શેટ્ટારનો પરાજય

ભાજપ સામે બળવો કરવો ભૂતપૂર્વ સીએમ અને પ્રખ્યાત લિંગાયત નેતા જગદીશ શેટ્ટરને મોંઘો ભોગવવો પડ્યો છે. તેઓને ભાજપના ઉમેદવાર મહેશ ટેંગિનકાઈએ જંગી માર્જિનથી હરાવ્યા છે.

Top Stories India
Jagdish Shettar Congress કોંગ્રેસના જંગી વિજય છતાં ભાજપના બળવાખોર નેતા શેટ્ટારનો પરાજય

ભાજપ સામે બળવો કરવો ભૂતપૂર્વ Jagdish Shettar defeated સીએમ અને પ્રખ્યાત લિંગાયત નેતા જગદીશ શેટ્ટરને મોંઘો ભોગવવો પડ્યો છે. વાસ્તવમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી છે. પરંતુ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા જગદીશ શેટ્ટર હુબલી ધારવાડ મધ્ય બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. તેઓને ભાજપના ઉમેદવાર મહેશ ટેંગિનકાઈએ જંગી માર્જિનથી હરાવ્યા છે. જણાવી દઈએ કે શેટ્ટર ભૂતકાળમાં ભાજપ સરકારમાં કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. પરંતુ આ વખતે ટિકિટ ન મળવાથી નારાજ શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા હતા.

ચેલાએ જ શેટ્ટરને હરાવ્યા

કોંગ્રેસે જગજીશ શેટ્ટરને હુબલીની ધારવાડ બેઠક પરથી Jagdish Shettar defeated ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. જણાવી દઈએ કે અગાઉ શેટ્ટર આ વિધાનસભા સીટથી ધારાસભ્ય હતા. પરંતુ હવે તેમને પોતાની જ સીટ પર હારનો સામનો કરવો પડ્યો છે. લિંગાયત સમુદાયના મોટા નેતા કહેવાતા શેટ્ટરને બીજા કોઈએ નહીં પણ મહેશ ટેંગિકનાઈથી પરાજય આપ્યો છે, જેઓ તેમના શિષ્ય હોવાનું કહેવાય છે. વાસ્તવમાં મહેશ ટેંગિકનાઈએ ચૂંટણી પ્રચાર દરમિયાન જગદીશ શેટ્ટરને પોતાના ગુરુ અને પોતાને પોતાના શિષ્ય ગણાવ્યા છે.

ડીકે શિવકુમાર જંગી મતોથી જીત્યા

કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કર્ણાટક Jagdish Shettar defeated ચૂંટણી જીતી ગયા છે. શિવકુમારે કનકપુરા વિધાનસભા સીટ પર 1.5 લાખ મતોની સરસાઈથી જીત મેળવી છે. આ તેની સતત 8મી જીત છે. ડીકે શિવકુમાર રાજ્યમાં મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા પણ ચૂંટણી જીત્યા છે. તેઓ વરુણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા. બીજી તરફ સીએમ બસવરાજ બોમાઈએ ચૂંટણી પરિણામો બાદ હાર સ્વીકારી લીધી છે અને કહ્યું છે કે અમે જનાદેશનું સન્માન કરીએ છીએ અને તેનો વિગતવાર અભ્યાસ કરીશું.

 

આ પણ વાંચોઃ કર્ણાટક ચૂંટણી વિશ્લેષણ/ કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ આ રહ્યા ભાજપની હારના મુખ્ય કારણો

આ પણ વાંચોઃ કર્ણાટક-કોંગ્રેસ વિજયી/ કોંગ્રેસનું PayCM કેમ્પેઇન રંગ લાવ્યું, કોંગ્રેસ 135, ભાજપ 63

આ પણ વાંચોઃ  વિદેશમાં મોત/ કેનેડામાં ભાવનગરના યુવકનું મોત, DySPની પુત્રની રહસ્યમયી રીતે મળી લાશ