Not Set/ પાકિસ્તાન પર ભડક્યા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું – 1971 ની ભૂલનું પુનરાવર્તન ન કરતા, નહીંતર PoKનો વિચાર કરી લેજો

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બુધવારે કહ્યું હતું કે ભારત, પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) ના અસ્તિત્વને સ્વીકારતું નથી, તેથી ભારતે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં PoK માટે 24 બેઠકો ખાલી છોડી દીધી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓની મદદથી ભારતને અસ્થિર કરવાના પ્રયત્નો કરે છે. પરંતુ ભારતે ક્યારેય તેની સાર્વભૌમત્વને પડકાર્યું નથી. રાજનાથસિંહ બુધવારે જયપુર નજીક ધનક્યા ખાતે પંડિત દીનદયાળ […]

Top Stories India
rajnath singh e1569430889863 પાકિસ્તાન પર ભડક્યા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું - 1971 ની ભૂલનું પુનરાવર્તન ન કરતા, નહીંતર PoKનો વિચાર કરી લેજો
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બુધવારે કહ્યું હતું કે ભારત, પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) ના અસ્તિત્વને સ્વીકારતું નથી, તેથી ભારતે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં PoK માટે 24 બેઠકો ખાલી છોડી દીધી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓની મદદથી ભારતને અસ્થિર કરવાના પ્રયત્નો કરે છે. પરંતુ ભારતે ક્યારેય તેની સાર્વભૌમત્વને પડકાર્યું નથી.
રાજનાથસિંહ બુધવારે જયપુર નજીક ધનક્યા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જયંતી પરનાં એક કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “જો આપણે પાકિસ્તાનના અસ્તિત્વને સ્વીકારીએ છીએ, તો તેમણે એમ ન માની લેવું જોઈએ કે આપણે PoKનું અસ્તિત્વ પણ સ્વીકારીએ છીએ. આપણે PoK તેના અસ્તિત્વને સ્વીકારતા નથી કારણ કે પાકિસ્તાને બળજબરીથી તે કબજે કર્યું છે.

આ સાથે રાજનાથસિંહે પાકિસ્તાનને 1971 ની ભૂલને પુનરાવર્તન ન કરવાની ચેતવણી આપી હતી. 1971 ના યુદ્ધમાં, પાકિસ્તાન બે ભાગમાં વિભાજીત થયું હતું અને બાંગ્લાદેશ તરીકે એક નવો દેશ ઉભરી આવ્યો. તેમણે કહ્યું, ‘મેં કહ્યું હતું કે 71 ની ભૂલનું પુનરાવર્તન ન કરો, નહીં તો PoKનું શું થશે, તે સારી રીતે સમજો.

સંરક્ષણ પ્રધાને પાકિસ્તાન તરફ ઇશારો કરીને કહ્યું, “તે આતંકવાદીઓ દ્વારા ભારતને અસ્થિર કરી તોડવાનો પ્રયાસ કરે છે.” બાલાકોટ હવાઈ પ્રહારનો ઉલ્લેખ કરતા સિંહે કહ્યું કે ભારતે ક્યારેય પણ પાકિસ્તાનની સાર્વભૌમત્વને પડકાર્યું નથી. સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, પાકિસ્તાનના આતંકીઓએ આવીને આપણા સીઆરપીએફ જવાનને પર હુમલો કર્યો, ત્યારબાદ, આપણે આતંકવાદીઓનાં છુપા સ્થળે હુમલો કરવો પડ્યો હતો. અમે પાકિસ્તાન પર હુમલો કર્યો ન હતો, આતંકીને બાલાકોટમાં તાલીમ આપવામાં આવી હતી, ત્યાં જઈને જ હુમલો કર્યો હતો. અમે પાકિસ્તાનની સેના પર પણ હુમલો કર્યો ન હતો. અમે આ બાબતે ખૂબ કાળજી લીધી હતી.

તેમણે કહ્યું, “એટલે કે અમે પાકિસ્તાનની સાર્વભૌમત્વને પડકારી ન હતો.” આ હદ સુધી, અમે સાવચેતી રાખી છે. પરંતુ જો તે આ જ રીતે આતંકી પ્રવૃતિ ચાલુ  રાખશે, તો કંઇ કહી શકાય નહીં. રાજનાથે કહ્યું, ” આપણે જાતિ અને ધર્મના આધારે રાજકારણ કરતા નથી. જો આપણે રાજકારણ કરીએ છીએ ન્યાય, માનવતા અને માણસાઇના આધારે. અમે ચૂંટણી હારવાનું પસંદ કરીએ છીએ, પરંતુ અમને, તમને છેતરવું ગમશે નહીં. કારણ કે આપણે ફક્ત સરકાર બનાવવા માટે રાજનીતિ કરતા નથી, દેશને બનાવવા માટે રાજનીતિ કરીએ છીએ.

આર્ટિકલ 370 અને 35A  દૂર કરવા અંગે તેમણે કહ્યું કે અમે તેને સમાપ્ત કરીને બતાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી ભારતનો એક રાજકીય પક્ષ છે, જેની સરકાર હાલમાં ચાલી રહી છે, તેના શબ્દો અને કાર્યોમાં કોઈ ફરક નથી. પરંતુ પડોશી દેશ તેને પચાવી શકતા નથી.

સિંહે કહ્યું, “હું કહી શકું છું કે જન સંઘ રૂપી પંડિત દીનદયાળ ઉપાધ્યાય દ્વારા પ્રગટાવવામાં આવતો દીવો, આ દેશમાં આજે સૂર્યની જેમ ચમકી રહ્યો છે. અને આ સૂર્યપ્રકાશ ફક્ત ભારતની સરહદો સુધી મર્યાદિત નથી. તે વિશ્વના અન્ય દેશોમાં પહોંચી રહ્યો છે. તેમણે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જે માર્ગ બતાવ્યો છે તેના પર અમે આગળ વધીશું અને ભારતને વિશ્વના સૌથી વિકસિત રાષ્ટ્ર તરીકે લાવીને ઉભા રહેશું. હ્યુસ્ટનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના કાર્યક્રમને રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવતા સિંહે કહ્યું,   “શું તમારી છાતી પહોળી નથી થઈ. આ બાબતે દરેક ભારતે ગૌરવ અનુભવ્યો છે.”

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.