Not Set/ પોલીસ બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત,મહિલાનું ઘટના સ્થળે મોત

દહેગામ, દહેગામના મગોડી પુલ પાસે એસ.આર.પીની પોલીસ વાન અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં ગાડીના કુરચા નિકળી ગયા હતા અને ગાડીના ડ્રાઈવર સહિત રીક્ષામાં બેઠેલા તમામ મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામ ગાંધીનગર જવાના મુખ્ય માર્ગ ઉપર મગોડી પુલ પાસે આજે […]

Top Stories Gujarat Others
mantavya 162 પોલીસ બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત,મહિલાનું ઘટના સ્થળે મોત

દહેગામ,

દહેગામના મગોડી પુલ પાસે એસ.આર.પીની પોલીસ વાન અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં ગાડીના કુરચા નિકળી ગયા હતા અને ગાડીના ડ્રાઈવર સહિત રીક્ષામાં બેઠેલા તમામ મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી.

mantavya 163 પોલીસ બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત,મહિલાનું ઘટના સ્થળે મોત

ગાંધીનગર જિલ્લાના દહેગામ ગાંધીનગર જવાના મુખ્ય માર્ગ ઉપર મગોડી પુલ પાસે આજે સવારે સવા દસ વાગ્યાના સમયે દહેગામ ખાતે રહેતા રમીલાબેન ભરતભાઈ શર્મા મગોડી ગામે પોતાના બહેનના ઘરેથી રીક્ષા નંબર જીજે-૯-એક્ષ-૨૯૭૧  મા દહેગામ તરફ આવી રહ્યા હતા ત્યારે મગોડી પુલ પાસે ખેતરના કાચા માર્ગેથી એસ.આરપીની પોલીસ વાન નંબર જીજે-૧૮-જીએ-૦૮૪૨ એકદમ રોડ ઉપર ચઢતા મગોડી તરફથી આવતી રીક્ષા સાથે ધડાકાભેર ટકરાતા રીક્ષાના કુડચેકુડચા નિકળી ગયા હતા અને ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થવા પામી હતી. રીક્ષામા બેઠેલા મુસાફરોમાંથી દહેગામના રમીલાબેનને જોરદાર ટક્કર વાગતા ઘટના સ્થળે તેમનુ કમકમાટી ભર્યુ મોત થવા પામ્યુ હતુ.

mantavya 164 પોલીસ બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત,મહિલાનું ઘટના સ્થળે મોત

અકસ્માતને પગલે માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી.

mantavya 165 પોલીસ બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત,મહિલાનું ઘટના સ્થળે મોત

આ ગંભીર અકસ્માતને મગોડી પુલ ઉપર અડધો કલાક સુધી વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો અને ચિલોડા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવીને પ્રાઈવેટ ડાલામા આ મૃતદેહને ગાંધીનગર સિવિલ ખાતે રવાના કરવામા આવ્યો હતો. ઘટનાને પગલે ચિલોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.