Not Set/ દહેગામમાં જીવરાજના મુવાડા શાળામાં ચૂડવેલનો ત્રાસ, ૩-૪ બાળકોની તબિયત ખરાબ

દેહગામ, એક તરફ સરકાર બાળકોને શાળાએ મોકલવા માટે લાખો રૂપિયાની જાહેરાતો કરતા હોય છે. પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયાના સૂત્રો માત્ર હવાહવાઈ સાબિત થતાં હોય છે. આવો જ એક કિસ્સો દહેગામ તાલુકાના જીવરાજના મુવાડા ગામની શાળામાં થવા પામ્યો છે. શાળાની અંદર અસંખ્ય પ્રમાણમાં ચૂડવેલોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વરસાદમાં ચુડવેલ નામની જીવાત જોવા […]

Gujarat Others Trending
live rathyatra 8 દહેગામમાં જીવરાજના મુવાડા શાળામાં ચૂડવેલનો ત્રાસ, ૩-૪ બાળકોની તબિયત ખરાબ

દેહગામ,

એક તરફ સરકાર બાળકોને શાળાએ મોકલવા માટે લાખો રૂપિયાની જાહેરાતો કરતા હોય છે. પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયાના સૂત્રો માત્ર હવાહવાઈ સાબિત થતાં હોય છે. આવો જ એક કિસ્સો દહેગામ તાલુકાના જીવરાજના મુવાડા ગામની શાળામાં થવા પામ્યો છે.

live rathyatra 9 દહેગામમાં જીવરાજના મુવાડા શાળામાં ચૂડવેલનો ત્રાસ, ૩-૪ બાળકોની તબિયત ખરાબ

શાળાની અંદર અસંખ્ય પ્રમાણમાં ચૂડવેલોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વરસાદમાં ચુડવેલ નામની જીવાત જોવા મળે છે.આ જીવાત નો જીવરાજના મુવાડા પ્રાથમિક શાળામાં છેલ્લા ૩-૪ દિવસોથી ભરાવો થવા પામ્યો છે. જીવાતોના લીધે શાળામાં પુષ્કળ દુર્ગંધ આવે છે,દુર્ગંધના લીધે ૩-૪ બાળકોને ઉલ્ટીઓ થવાની ઘટના સામે આવી છે,શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ છેલ્લા ૩ દિવસ થી બંધ રાખવામાં આવી છે.

live rathyatra 10 દહેગામમાં જીવરાજના મુવાડા શાળામાં ચૂડવેલનો ત્રાસ, ૩-૪ બાળકોની તબિયત ખરાબ

મધ્યાહન ભોજન બનાવવાના ઓરડામાં પણ ચૂડવેલો ન ભરાવો હોવાથી ખાવાનુ બનાવવામાં જીવાત ન પડે તે માટે ખાવાનુ બનાવવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

live rathyatra 11 દહેગામમાં જીવરાજના મુવાડા શાળામાં ચૂડવેલનો ત્રાસ, ૩-૪ બાળકોની તબિયત ખરાબ

બાળકોના વાલીઓ પણ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાની ના પાડે છે. સ્કુલ પ્રશાસન દ્વારા ગત રોજ દવાનો છંટકાવ પણ કરાવ્યો હતો..પણ હજુ સુધી કંઇ જ ફરક પડ્યો ન હતો.

live rathyatra 12 દહેગામમાં જીવરાજના મુવાડા શાળામાં ચૂડવેલનો ત્રાસ, ૩-૪ બાળકોની તબિયત ખરાબ