Not Set/ ગંગા રક્ષા મામલે ઉપવાસ પર બેઠેલા સંત ગોપાલદાસ દૂન હોસ્પિટલમાંથી લાપતા, સીએમ કેજરીવાલે મોદી સરકાર પર લગાવ્યા આરોપ

દેહરાદૂન ગંગા નદીની રક્ષા મામલે સંત ગોપાલ દાસ ઉપવાસ પર બેઠા છે. તેમનું સ્વાસ્થ્ય લથડતા દૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૩૬ વર્ષીય સંત ગોપાલ દાસ ગંગા નદી માટે  ઉપવાસ કરી રહ્યા છે. તેમના ઉપવાસનો ૧૫૬ દિવસ હતો ત્યારે તેમને દબાણપૂર્વક એમ્સ હોસ્પિટલ માંથી ધકેલી મુકવામાં આવ્યા હતા . હાલમાં જ મળેલા સમચાર મુજબ દૂન […]

Top Stories India Trending
sant gopaldas ગંગા રક્ષા મામલે ઉપવાસ પર બેઠેલા સંત ગોપાલદાસ દૂન હોસ્પિટલમાંથી લાપતા, સીએમ કેજરીવાલે મોદી સરકાર પર લગાવ્યા આરોપ

દેહરાદૂન

ગંગા નદીની રક્ષા મામલે સંત ગોપાલ દાસ ઉપવાસ પર બેઠા છે. તેમનું સ્વાસ્થ્ય લથડતા દૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

૩૬ વર્ષીય સંત ગોપાલ દાસ ગંગા નદી માટે  ઉપવાસ કરી રહ્યા છે. તેમના ઉપવાસનો ૧૫૬ દિવસ હતો ત્યારે તેમને દબાણપૂર્વક એમ્સ હોસ્પિટલ માંથી ધકેલી મુકવામાં આવ્યા હતા .

હાલમાં જ મળેલા સમચાર મુજબ દૂન હોસ્પિટલ માંથી સંત ગોપાલ દાસ લાપતા છે .આની પહેલા દિલ્લીની એમ્સ હોસ્પિટલમાંથી લાપતા થયા હોવાના સમાચાર મળ્યા હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે એમ્સમાંથી તેમણે દૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દૂન હોસ્પિટલમાં સારવાર ચાલુ થાય એને ૭  કલાક થયા પછી તેઓ લાપતા થઇ ગયા છે.

તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે મોદી સરકારે તેમને એમ્સ હોસ્પિટલ માંથી ગાયબ કરી દીધા છે. તેમના પિતાને પણ કેન્દ્ર સરકાર કઈ કહી નથી રહી.

ઘટનાની જાણ થતા પોલીસે શોધખોળ ચાલુ કરી દીધી છે જો કે હજુ સુધી તેમના કોઈ સમાચાર મળ્યા નથી .