Not Set/ ગુજરાતમાં અમલમાં મુકાનારી સ્ક્રેપ પોલિસીનો અમલ વિલંબમાં, હજી સુધી કોઈ સુચના ન મળી હોવાના અહેવાલ

ગુજરાતમાં જૂના વાહનોને ભંગારમાં લઇ જવા અઁગે અમલમાં મૂકાનારી સ્ક્રેપ પોલીસીનો અમલ વિલંબમાં પડ્યો છે.  કેન્દ્રીય પરિવહનમંત્રી નિતીન ગટકરીની…

Gujarat Others
સ્ક્રેપ

ગુજરાતમાં જૂના વાહનોને ભંગારમાં લઇ જવા અંગેે અમલમાં મૂકાનારી સ્ક્રેપ પોલીસીનો અમલ વિલંબમાં પડ્યો છે.  કેન્દ્રીય પરિવહનમંત્રી નિતીન ગટકરીની જાહેરાત પછી પણ 1 સપ્ટેમ્બરથી જાહેર થયેલી નીતિનો અમલ થયો નથી.

 આ પણ વાંચો :કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા અમદાવાદ સિવિલે આપી ખુશ ખબર, આજથી સાંજની ઓપીડી ફરી શરુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃતવની સરકારે 15 થી 20 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપમાં લઇ જવા સ્ક્રેપ પોલીસીની જાહેરાત કરી હતી. ઓગસ્ટ-2021માં ગુજરાતના પાટનગર ગાંધીનગર  ખાતે મહાત્મામંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પરિવહનમંત્રી નિતીન ગડકરીએ જાહેરાત કર હતી. પરંતુ આજની સ્થિતિએ ગુજરાતસરકારના વાહનવ્યવહાર વિભાગને સ્ક્રેપ પોલીસી અંગે કોઇ માર્ગદર્શક સૂચના મળી નથી.

 આ પણ વાંચો :શિક્ષક દિને પ્રા.શાળાના આચાર્યએ શાળામાં ગળાફાસો ખાઇ કર્યો આપધાત

 આ પણ વાંચો :બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સરકાર કરી રહી છે :  નિતીનભાઇ પટેલ

ગુજરાતમાં વાહનોની સંખ્યા

  • -15 વર્ષ જૂનાવાહનોની સંખ્યા    –    10 લાખ 19 હજાર 899
  • -20 વર્ષ જૂના વાહનોની સંખ્યા  –    05 લાખ 01 હજાર 979
  • -ગુજરાતસરકારના વાહનો         –             13 હજાર

પર્યાવરણ જાળવણી અને સાથે પેટ્રોલ-ડિઝલની બચતના હેતુથી  રાષ્ટ્રવ્યાપી સ્ક્રેપ પોલીસીની જાહેરાત તો ગુજરાતમાંથી થઇ..ત્યારબાદ ગુજરાત સરકાર તરફથી આ અંદે ખાનગી કંપનીઓ સાથે સંપર્ક કરીને સ્ક્રેપ સેન્ટર , ફિટનેસ સેન્ટર અને ઓટો ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવા સહિતની પ્રક્રિયા આગળ વધી છે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી પોલીસીના અમલ અંગે કોઇ માર્ગદર્શિકા કે સૂચના આજદિન સુધી આવ્યા નથી. પરિણામે સપ્ટેમ્બરના પ્રારંભે જ અમલમાં મૂકાનારી સ્ક્રેપ પોલીસો અમલ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહના અંત સુધી પણ થઇ શક્યો નથી..ત્યારે કેન્દ્ર પોલીસીનો અમલ ક્યારે કરાવશે..? જોવાનું રહેશે.

 આ પણ વાંચો : PM મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન

 આ પણ વાંચો : શિક્ષક દિને મૈત્રી વિદ્યાલય ખાતે યોજાયો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

 આ પણ વાંચો :ભગવતીપરાના પૂલ નીચે નિર્દયી શખ્સો દ્વારા ગાયો પર કરવામાં આવ્યો હુમલો

 આ પણ વાંચો :કેન્સરને હરાવીને ડાબા પગથી 90% દિવ્યાંગ મહિલા આજે 123 અનાથ ભુલકાઓને નિ:શુલ્ક ભણાવે છે