Not Set/ દિલ્હી/ કેજરીવાલે PM મોદીને શપથ ગ્રહણ સમારોહ માટે કર્યા આમંત્રિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અરવિંદ કેજરીવાલ દ્વારા 16 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ અપાયું છે. દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત પ્રાપ્ત કરી છે. આમ આદમી પાર્ટી અહીં 70 માંથી 62 બેઠકો જીતીને હેટ્રીક નોંધાવતા, સતત ત્રીજી વખત સરકાર બનાવશે. આ પણ વાંચો :‘આ નાનકડા કેજરીવાલ’ને અરવિંદનાં શપથ […]

Top Stories India
dl1 દિલ્હી/ કેજરીવાલે PM મોદીને શપથ ગ્રહણ સમારોહ માટે કર્યા આમંત્રિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અરવિંદ કેજરીવાલ દ્વારા 16 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ અપાયું છે. દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત પ્રાપ્ત કરી છે. આમ આદમી પાર્ટી અહીં 70 માંથી 62 બેઠકો જીતીને હેટ્રીક નોંધાવતા, સતત ત્રીજી વખત સરકાર બનાવશે.

આ પણ વાંચો :‘આ નાનકડા કેજરીવાલ’ને અરવિંદનાં શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાનું અપાયુ આમંત્રણ 

આ અગાઉ પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં કોઈ પણ મુખ્યમંત્રી અથવા અન્ય રાજ્યોના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે નહીં, પરંતુ ફક્ત દિલ્હીના લોકોને આમંત્રીત કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે 16 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ પોતાનાં મંત્રીઓ સાથે સપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલનાં મંત્રી મંડળમાં હાલ કોઇ ફેરફારો કરવાામાં આવ્યા નથી.

કેજરીવાલ મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થશે નહીં, ફક્ત જુના પ્રધાનો જ શપથ લેશે

દિલ્હીમાં સતત ત્રીજી વખત સરકાર બનાવનારી આમ આદમી પાર્ટીની સરકારના નવા મંત્રીમંડળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. માનવામાં આવે છે કે નવી સરકારમાં તમામ જુના પ્રધાન પણ મંત્રી બનશે. જોકે, કયુ મંત્રાલય કયુ મંત્રી મળશે તે પછીથી વહેંચવામાં આવશે. આપના તમામ કેબિનેટ મંત્રીઓ જીતવામાં સફળ થયા છે. અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે રાઘવ ચૌઘરી  આતિશી જેવા ઘણા યુવા ચહેરાઓને નવા આપ મંત્રીમંડળમાં તક મળી શકે છે.

આપને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ફરી એકવાર બમ્પર જીત મેળવી છે. મંગળવારે મળેલા પરિણામોમાં આમ આદમી પાર્ટીએ પચાસ ટકાથી વધુ મતો સાથે 62 બેઠકો જીતી હતી. મુખ્ય વિરોધી પક્ષ ભાજપના ધારાસભ્યોની સંખ્યા ત્રણથી વધીને આઠ થઈ ગઈ છે. કોંગ્રેસ ગયા વખતની જેમ પોતાનું ખાતું ખોલી શક્યું નથી. કોંગ્રેસના 63 ઉમેદવારોની જામીન જપ્ત કરવામાં આવી છે.

કેજરીવાલ ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે 

સ્વ. શીલા દિક્ષિત પછી ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેનારા અરવિંદ કેજરીવાલ આવા બીજા નેતા હશે. સ્વ. શીલા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીની મુખ્યમંત્રી રહ્યા હત. અરવિંદ કેજરીવાલે 2013 માં તેમને પરાજિત કરીને દિલ્હીમાં સત્તા સંભાળી હતી. આ પછી, તેમણે 2015 માં ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા, 67 બેઠકો જીતીને. હવે તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.

ભાજપ નિરાશ, કોંગ્રેસ સાફ

વિજયનો દાવો કરતા ભાજપના નેતાઓ પરિણામ પછી નિરાશ દેખાયા હતા. ચૂંટણીમાં પાર્ટીના માત્ર આઠ ઉમેદવારો જ જીત્યા હતા. દાવા મુજબ ભાજપને પરિણામ મળ્યા નથી, પરંતુ આ વખતે તેના મતની ટકાવારી વધી છે. બીજી તરફ, આ ચૂંટણીમાં કોંગ્રેસનો પછડાટ મળી હતી. કોંગ્રેસની મતની ટકાવારી 4.26 ટકા હતો. તે ગત ચૂંટણીની તુલનામાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થયો છે. જામાનત મામલે કોંગ્રેસના 66 નામાંકિત ઉમેદવારોમાંથી માત્ર 3 પોતાની જમાનત જપ્ત થતી બચાવી શક્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.