IPL 2023/ દિલ્હી કેપિટલ્સે બેંગ્લોરને સાત વિકેટથી હરાવ્યું, ફિલિપ સાેલ્ટની સ્ફોટક બેટિંગ

RCBએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 182 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેને DC એ 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો

Top Stories Sports
11 4 દિલ્હી કેપિટલ્સે બેંગ્લોરને સાત વિકેટથી હરાવ્યું, ફિલિપ સાેલ્ટની સ્ફોટક બેટિંગ

IPL 2023 ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 7 વિકેટે હરાવ્યું. RCBએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 182 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેને DC એ 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ડીસી માટે ઓપનર ફિલિપ સોલ્ટે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 45 બોલનો સામનો કર્યા બાદ 87 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હીની આ જીત સાથે પ્લેઓફની આશા અકબંધ છે. દિલ્હીના હવે 10 મેચમાં 8 પોઈન્ટ છે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં દસમાથી નવમા સ્થાને પહોંચી ગયું છે. RCBને તેની પાંચમી હાર મળી છે અને તે પાંચમા સ્થાને છે.

લક્ષ્યનો પીછો કરતા દિલ્હીની શરૂઆત સારી રહી હતી. સોલ્ટ અને કેપ્ટન ડેવિડ વોર્નરે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાવી હતી. વોર્નરે 14 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડે તેને છઠ્ઠી ઓવરમાં પેવેલિયન મોકલી દીધો હતો. સોલ્ટે મિચેલ માર્શ (17 બોલમાં 26, ત્રણ ચોગ્ગા, એક છગ્ગો) સાથે બીજી વિકેટ માટે 59 રન જોડ્યા. માર્શને 11મી ઓવરમાં હર્ષલ પટેલે આઉટ કર્યો હતો. અહીંથી સોલ્ટે રાયલી રોસોઉ સાથે આગેવાની લીધી. બંનેએ ત્રીજી વિકેટ માટે 52 રન જોડીને ડીસીને જીતના ઉંબરે લાવ્યા હતા. સોલ્ટને 16મી ઓવરમાં કર્ણ શર્માએ બોલ્ડ કર્યો હતો. આ પછી રોસોઉએ છગ્ગો ફટકારીને ડીસીને જીત અપાવી હતી. રૂસો 35 અને અક્ષર પટેલે 8 રન બનાવીને અણનમ રહ્યા હતા. રોસોઉએ એક ફોર અને 3 સિક્સ ફટકારી હતી.

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા RCBએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. આરસીબીની ઇનિંગ્સની સારી શરૂઆત. કોહલી અને કેપ્ટન ડુપ્લેસીએ પ્રથમ વિકેટ માટે 82 રન જોડ્યા હતા. મિશેલ માર્શે આ ભાગીદારીને 11મી ઓવરમાં તોડી હતી. તેણે ડુપ્લેસીને ઓવરના ત્રીજા બોલ પર અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. માર્શે આગલા બોલ પર ગ્લેન મેક્સવેલ (0)નો શિકાર કર્યો. આ પછી કોહલી અને લોમરોરે ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી