Not Set/ દિલ્લીમાં ઠંડીએ છેલ્લા સાત વર્ષનો તોડી દીધો રેકોર્ડ

દિલ્લી દિલ્લી અને એનસીઆરમાં ઠંડીએ કડાકો બોલાવી દીધો છે. પહાડીઓની ઠંડી હવાના લીધે ન્યુનતમ તાપમાન જોવા મળી રહ્યું છે. દેશની રાજધાનીમાં ગઈ કાલે રાત્રે ન્યુનતમ તાપમાન જોવા મળ્યું હતું જેને લઈને છેલ્લા વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે. અહી તાપમાન ૪.૦ ડીગ્રી નોંધાયું હતું. વર્ષ ૨૦૧૧ બાદ ક્યારેય આ વર્ષ જેટલું તાપમાન નોંધાયું નથી. દિલ્લી-એનસીઆરમાં ગુરુગ્રામ […]

Top Stories India Trending
delhi winter afp 650x400 41453440510 1 દિલ્લીમાં ઠંડીએ છેલ્લા સાત વર્ષનો તોડી દીધો રેકોર્ડ

દિલ્લી

દિલ્લી અને એનસીઆરમાં ઠંડીએ કડાકો બોલાવી દીધો છે. પહાડીઓની ઠંડી હવાના લીધે ન્યુનતમ તાપમાન જોવા મળી રહ્યું છે.

દેશની રાજધાનીમાં ગઈ કાલે રાત્રે ન્યુનતમ તાપમાન જોવા મળ્યું હતું જેને લઈને છેલ્લા વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે. અહી તાપમાન ૪.૦ ડીગ્રી નોંધાયું હતું. વર્ષ ૨૦૧૧ બાદ ક્યારેય આ વર્ષ જેટલું તાપમાન નોંધાયું નથી. દિલ્લી-એનસીઆરમાં ગુરુગ્રામ સૌથી વધારે ઠંડુ રહ્યું હતું.

ગુરુગ્રામમાં રપમાન ૧.૮ ડીગ્રી નોંધાયું છે.હવામાન વિભાગે બે મહિના પહેલા દિલ્લી, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ચંડીગઢમાં વધારે ઠંડી પડશે તેવી આગાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ આવી જ ઠંડી રહેશે. સવારે અને સાંજે ઠંડી કડાકો બોલાવી દેશે જયારે બપોરે તડકાને લીધે થોડી રાહત મળશે.શુક્રવારે રાજધાનીમાં અધિકતમ તાપમાન ૨૨ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૪ ડીગ્રી રહેશે તેવું અનુમાન છે.