Protest/ દિલ્હી પોલીસે 7 મહિલા કુસ્તીબાજોના નિવેદન નોંધ્યા, બ્રિજભૂષણ શરણ સિંહની ટૂંક સમયમાં થઇ શકે છે પૂછપરછ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ નોંધાયેલા કેસના સંદર્ભમાં સાત મહિલા કુસ્તીબાજોના નિવેદનો નોંધવામાં આવ્યા છે

Top Stories India
15 1 દિલ્હી પોલીસે 7 મહિલા કુસ્તીબાજોના નિવેદન નોંધ્યા, બ્રિજભૂષણ શરણ સિંહની ટૂંક સમયમાં થઇ શકે છે પૂછપરછ

દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોની ધરણા ચાલુ છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ નોંધાયેલા કેસના સંદર્ભમાં સાત મહિલા કુસ્તીબાજોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 28 એપ્રિલે પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનના આરોપોના સંબંધમાં બે FIR નોંધી હતી. પોલીસે 7 યુવતીઓની જાતીય સતામણીનો આરોપ લગાવીને FIR નોંધી હતી. પોક્સો એક્ટ હેઠળ બીજી એફઆઈઆર અલગથી નોંધવામાં આવી હતી. દિલ્હી પોલીસે શુક્રવારે 7 મહિલા કુસ્તીબાજોના નિવેદન નોંધ્યા છે. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે 7 મહિલા કુસ્તીબાજોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે એફઆઈઆરમાં લગાવવામાં આવેલા આરોપો કથિત રીતે વર્ષ 2012 થી 2022 વચ્ચેની ઘટનાઓ છે. ઉપરાંત, આ ઘટનાઓ કથિત રીતે ઘણી જગ્યાએ અને વિદેશોમાં બની છે.

ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હીના જંતર-મંતર પર 23 એપ્રિલથી કુસ્તીબાજો ધરણા પર બેઠા છે. બુધવારે રાત્રે કુસ્તીબાજો અને દિલ્હી પોલીસ કર્મચારીઓ વચ્ચે કથિત રીતે ઝપાઝપી થઈ હતી. દિલ્હી પોલીસે શુક્રવારે 7 મહિલા કુસ્તીબાજોના નિવેદન નોંધ્યા છે. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસ હવે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવી શકે છે.