નવી દિલ્હી/ ભારત પેના સંસ્થાપક અશ્નીર ગ્રોવર વિરુદ્ધ દિલ્હી પોલીસે નોંધી FIR, જાણો શું છે મામલો

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ભારત પેના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈન વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલે પોલીસ ટૂંક સમયમાં જ બંનેની પૂછપરછ કરશે.

Trending Business
ભારત પેના

શાર્ક ટેન્ક શોથી લાઈમલાઈટમાં આવેલા ફિનટેક કંપની ભારત પેના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવર ફરી એકવાર મુશ્કેલીમાં છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ભારત પેના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈન વિરુદ્ધ FIR નોંધી છે. અશ્નીર અને તેમની પત્ની માધુરી જૈન પર 81 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દંપતી પર નકલી ઈનવોઈસ બનાવીને કંપનીના ખાતામાંથી રૂ. 81 કરોડ તેમના પરિચિતો અને સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે. માધુરી જૈન ગ્રોવર ભારત પેના જોઈન્ટ ડાયરેક્ટર HR હતા જ્યારે તેમના પર આ નકલી ઈનવોઈસ બનાવીને પૈસા ઉપાડવાનો આરોપ હતો. આ મામલે પોલીસ ટૂંક સમયમાં બંને દંપતીની પૂછપરછ કરશે.

ભારત પેનું નિવેદન આવ્યું

અશ્નીર ગ્રોવરની ભૂતપૂર્વ કંપની ભારત પેએ આ મામલે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. ભારત પે ગ્રોવર, તેમની પત્ની માધુરી જૈન અને પરિવારના અન્ય સભ્યો સામે દિલ્હી પોલીસની FIRનું સ્વાગત કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ આ FIR ફોજદારી ગુનાઓ અંગે કંપનીની ફરિયાદ પર નોંધી છે. પાછલા 15 મહિનાથી, કંપની ગ્રોવર દ્વારા કંપની, તેના બોર્ડ અને તેના કર્મચારીઓ વિરુદ્ધ દ્વેષપૂર્ણ અને દૂષિત અભિયાનનો સામનો કરી રહી છે. દિલ્હી પોલીસની આ એફઆઈઆર પરિવાર દ્વારા તેમના અંગત આર્થિક લાભ માટે કરવામાં આવેલા વિવિધ શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ કરશે.

આ પણ વાંચો: નબળા વૈશ્વિક સેન્ટિમેન્ટના લીધે બજારે ઉછાળો ગુમાવતા ઘટીને બંધ આવ્યું

આ પણ વાંચો: વૈશ્વિક સ્થિતિની ભારત પર અસર નહીં, ફિચે ભારતનું સોવરિન રેટિંગ જારી રાખ્યું

આ પણ વાંચો: ફંડ ખર્ચવામાં સ્ટાર્ટઅપ્સ કરે છે આ ભૂલો, જાણો નુકસાનથી બચવા શું પગલાં લેવા જોઈએ

આ પણ વાંચો:આર્થિક વિકાસ દરમાં ભારતની બરાબરી, તો પછી શા માટે IMFએ બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર વ્યક્ત કરી ચિંતા, જાણો

આ પણ વાંચો:હિંડનબર્ગના ખુલાસાના 100 દિવસ બાદ અદાણી ગ્રુપ માટે આવ્યા આ સારા સમાચાર,જાણો