Not Set/ #DelhiAssemblyElection Result 2020/ દિલ્હીની ચૂંટણીને ભારત-પાકિસ્તાન મુકાબલો કહેનાર કપિલ મિશ્રાની બેઠકની જાણો શું છે સ્થિતિ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો સામે આવવા લાગ્યા છે. પ્રારંભિક વલણોમાં, આમ આદમી પાર્ટીનું પલડું ભારે દેખાઇ રહ્યુ છે. જો કે, આ શરૂઆતી વલણો છે, જે કોઈ નિશ્ચિતતા સાથે કહી શકાતા નથી. 8 ફેબ્રુઆરીએ મત મળ્યા બાદ બહાર પડેલા એક્ઝિટ પોલનાં પરિણામોએ આમ આદમી પાર્ટીને બહુમતી મળશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. વળી ભારતીય જનતા પાર્ટી […]

Top Stories India
kapilmain 919 #DelhiAssemblyElection Result 2020/ દિલ્હીની ચૂંટણીને ભારત-પાકિસ્તાન મુકાબલો કહેનાર કપિલ મિશ્રાની બેઠકની જાણો શું છે સ્થિતિ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો સામે આવવા લાગ્યા છે. પ્રારંભિક વલણોમાં, આમ આદમી પાર્ટીનું પલડું ભારે દેખાઇ રહ્યુ છે. જો કે, આ શરૂઆતી વલણો છે, જે કોઈ નિશ્ચિતતા સાથે કહી શકાતા નથી. 8 ફેબ્રુઆરીએ મત મળ્યા બાદ બહાર પડેલા એક્ઝિટ પોલનાં પરિણામોએ આમ આદમી પાર્ટીને બહુમતી મળશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. વળી ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે, આ એક્ઝિટ પોલ્સ ખોટા સાબિત થશે અને આ વખતે દિલ્હીમાં તેમની સરકાર બનશે.

ઉલ્લેખનીય છે કે મતદાન પહેલા પ્રચાર સમયે નેતાઓ અને ઉમેદવારો દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા તે શરમજનક રહ્યા હતા. જ્યા  દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ નેતા અને મોડલ ટાઉનમાંથી પાર્ટીનાં ઉમેદવાર કપિલ મિશ્રાએ નિવેદન આપ્યું હતું કે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીનાં રસ્તાઓમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો જોવા મળશે. જાણો તેમની બેઠકની હાલત શું છે?

મોડેલ ટાઉનમાંથી ભાજપનાં ઉમેદવાર કપિલ મિશ્રા હાલમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં વલણોમાં પાછળ છે. જોકે, થોડા સમય પહેલા કપિલ મિશ્રા આગળ ચાલી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન કપિલ મિશ્રાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીનાં રસ્તાઓમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો જોવા મળશે. કપિલ મિશ્રાનાં આ ટ્વિટ પર કાર્યવાહી કરતાં ચૂંટણી પંચે તેમના પર 48 કલાક પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.