Not Set/ #DelhiAssemblyElection2020/ ભારત એક ખતરનાક પરિસ્થિતિનો સામનો કરી રહ્યુ છે : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ઉત્તર પ્રદેશનાં યોગી આદિત્યનાથનાં ‘ગોળી vs બોલી’ અંગેનાં તાજેતરનાં નિવેદનની ટીકા કરતાં કહ્યું કે, બંધારણીય પદનાં લોકો નફરત ફેલાવતા હોવાથી ભારત એક ‘ખતરનાક પરિસ્થિતિ’ નો સામનો કરી રહ્યું છે. મમતાએ દાવો કર્યો હતો કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપ સાંપ્રદાયિક રાજકારણ કરવા લાગી જાય છે. તેમણે […]

Top Stories Gujarat Assembly Election 2022 India
Mamata Benerjee #DelhiAssemblyElection2020/ ભારત એક ખતરનાક પરિસ્થિતિનો સામનો કરી રહ્યુ છે : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ઉત્તર પ્રદેશનાં યોગી આદિત્યનાથનાં ‘ગોળી vs બોલી’ અંગેનાં તાજેતરનાં નિવેદનની ટીકા કરતાં કહ્યું કે, બંધારણીય પદનાં લોકો નફરત ફેલાવતા હોવાથી ભારત એક ‘ખતરનાક પરિસ્થિતિ’ નો સામનો કરી રહ્યું છે.

મમતાએ દાવો કર્યો હતો કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપ સાંપ્રદાયિક રાજકારણ કરવા લાગી જાય છે. તેમણે કહ્યું, ‘તેઓ (ભાજપ) કદી પણ ખેડૂતો અને વિદ્યાર્થીઓની વાત કરતા નથી, તેમનો એકમાત્ર ઉદ્દેશ દેશનું વિભાજન કરવાનું છે.’ તેમણે કહ્યુ, ‘તેઓ (યોગી આદિત્યનાથ) એવુ કેવી રીતે કહી શકે કે બોલીથી નહી માને તો ગોળી ચલાવી દો’? આ પ્રકારની ટિપ્પણી મેં પહેલાં ક્યારેય સાંભળી નથી. એક કેન્દ્રીય મંત્રી (અનુરાગ ઠાકુર) એ પણ આવું જ કંઈક કહ્યું છે. તેઓ માત્ર નફરતનાં રાજકારણમાં વ્યસ્ત છે.’

મુખ્યમંત્રીએ રાજ્ય સચિવાલયમાં કહ્યું, ‘દેશ એક ખતરનાક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.’ નોંધનીય છે કે, દિલ્હીમાં એક રેલી દરમિયાન યોગીએ એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે, કાવડીઓ પર હુમલો કરનારાઓને પોલીસની ગોળીઓનો સામનો કરવો પડશે. 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવી છે. મમતાએ કહ્યું કે, ભગવા પાર્ટી જામિયા નગર, શાહીન બાગ અને દિલ્હીનાં અન્ય ભાગોમાં સીએએ વિરોધી પ્રદર્શનોથી ડરી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.