Not Set/ #DelhiAssemblyElection2020/ મતદાન પહેલા કોંગ્રેસનો હાથ છોડી જનાર્દન દ્વિવેદીનાં પુત્ર ભાજપમાં જોડાયા

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓને લઇને મતદાન આપતા પહેલા કોંગ્રેસને એક મોટો આંચકો લાગ્યો છે. પાર્ટી નેતા જનાર્દન દ્વિવેદીનાં પુત્ર સમીર દ્વિવેદી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા છે. મંગળવારે ભાજપનાં દિગ્ગજ નેતા અરૂણસિંહે સમીર દ્વિવેદીને ભાજપનું સભ્યપદ સોપ્યું. કોંગ્રેસ પક્ષને દિલ્હીમાં મતદાનનાં ચાર દિવસ પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. પુત્ર સમીર દ્વિવેદીનાં ભાજપમાં જોડાવાના નિર્ણય […]

Top Stories Gujarat Assembly Election 2022 India
Sameer Dwivedi #DelhiAssemblyElection2020/ મતદાન પહેલા કોંગ્રેસનો હાથ છોડી જનાર્દન દ્વિવેદીનાં પુત્ર ભાજપમાં જોડાયા

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓને લઇને મતદાન આપતા પહેલા કોંગ્રેસને એક મોટો આંચકો લાગ્યો છે. પાર્ટી નેતા જનાર્દન દ્વિવેદીનાં પુત્ર સમીર દ્વિવેદી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા છે.

મંગળવારે ભાજપનાં દિગ્ગજ નેતા અરૂણસિંહે સમીર દ્વિવેદીને ભાજપનું સભ્યપદ સોપ્યું. કોંગ્રેસ પક્ષને દિલ્હીમાં મતદાનનાં ચાર દિવસ પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. પુત્ર સમીર દ્વિવેદીનાં ભાજપમાં જોડાવાના નિર્ણય અંગે જનાર્દન દ્વિવેદીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, જો તેઓ ભાજપમાં જોડાયા છે તો તે તેનો પોતાનો નિર્ણય છે.

સમીર દ્વિવેદી પહેલા મહાબાલ મિશ્રાનાં પુત્રએ પણ કોંગ્રેસ છોડી દીધી હતી. પૂર્વ સાંસદ મહાબાલ મિશ્રાનાં પુત્ર વિનય મિશ્રા ગયા મહિને આમ આદમી પાર્ટી (આપ) માં જોડાયા હતા. 2013 માં વિનય મિશ્રા કોંગ્રેસ પાર્ટીમાં પાલમમાંથી પણ ચૂંટણી લડી હતી, જોકે તે હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.