T20 World Cup/ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરમજનક હાર બાદ IPL બેન કરવાની ઉઠી માંગ

દુબઈ સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું એટલું જ નહીં, પરંતુ સેમીફાઈનલમાં જવાનું ભારતનું સપનું પણ ચકનાચૂર કરી દીધું છે.

Sports
IPL બેન

દુબઈ સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું એટલું જ નહીં, પરંતુ સેમીફાઈનલમાં જવાનું ભારતનું સપનું પણ ચકનાચૂર કરી દીધું છે. તેટલુ જ નહી ટીમ ઈન્ડિયાનાં ખરાબ પ્રદર્શનને કારણે તેના કરોડો ચાહકોનું સ્વપ્ન તોડી નાખ્યું. આ ખરાબ પ્રદર્શન માટે ક્રિકેટ ચાહકો IPL ને જવાબદાર ગણી રહ્યા છે.

આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યું,સેમીફાઇનલ માટે કપરા ચઢાણ

આપને જણાવી દઈએ કે, ભારતે પ્રથમ બેટિંગ કરતા માત્ર 110 રન બનાવ્યા હતા. તો વળી બીજી તરફ કિવી ટીમે 111 રનનો આ ટાર્ગેટ ખૂબ જ સરળતાથી પૂરો કર્યો હતો અને ભારતે તેની હારને કારણે તેના ચાહકોનું વર્લ્ડકપ જીતવાનું સપનું પણ તોડી નાખ્યું છે. આ જ કિવી ટીમે આ મેચ જીતીને પોતાના ખાતામાં વધુ 2 પોઈન્ટ ઉમેર્યા છે. જ્યારે ભારતનાં હાથમાં શરમજનક હાર આવી છે. T20 વર્લ્ડકપમાં ભારતની આ સતત બીજી હાર છે. સેમિફાઇનલમાં પહોંચવાનો ભારતનો રસ્તો હવે ઘણો મુશ્કેલ બની ગયો છે. આ હારથી ભારતીય ક્રિકેટ ચાહકો ખૂબ નારાજ છે. તેમણે હાર માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને જવાબદાર ઠેરવી હતી. ચાહકોએ સોશિયલ મીડિયા પર IPL પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

ટીમ ઈન્ડિયાની હાર બાદ સોશિયલ મીડિયા પર #BANIPL ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં પાકિસ્તાનનાં હાથે 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે IPL 14નો બીજો તબક્કો UAEમાં રમાયો હતો. આ પછી તુરંત જ T20 વર્લ્ડકપ શરૂ થઈ ગયો. ચાહકોનું માનવું છે કે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ IPL ને વધુ મહત્વ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે આ કારણે ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ દેખાતા નથી અને થાકેલા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાનની જીત પર શખ્સે ઉડાવી મજાક, ભારતીય પ્રશંસકે આપ્યો એવો જવાબ કે ચોંકી જશો આપ, Video

રવિવારની મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા દ્વારા સૌથી વધુ રન રવિન્દ્ર જાડેજાએ બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમે 111 રનનો ટાર્ગેટ 14.3 ઓવરમાં 2 વિકેટનાં નુકસાને મેળવી લીધો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે 49 રન બનાવ્યા હતા. કિવી ટીમનો કેપ્ટન કેન વિલિયમસન 33 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડનાં બે પોઈન્ટ થઈ ગયા છે.

https://twitter.com/Sirbachpan/status/1454856884914036736?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1454856884914036736%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-nd-vs-nz-t20-world-cup-2021-indian-cricket-fans-demands-to-ban-ipl-after-india-defeats-against-new-zealand-virat-kohli-ms-dhoni-rohit-sharma-4972312.html

આપને જણાવી દઈએ કે, આ મેચમાં ભારતીય ટીમની ધીમી બેટિંગ અને IPL નાં સ્ટાર ગણાતા ભારતીય ખેલાડીઓએ માત્ર તેમના ભારતનાં ચાહકોને જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરનાં ચાહકોને પણ નિરાશ કર્યા છે. આ હાર બાદ કોઈ ચમત્કાર જ ભારતીય ટીમને સેમીફાઈનલમાં પ્રવેશ કરાવી શકે છે. આપને જણાવી દઈએ કે, આ મેચમાં ભારતીય ટીમનાં મુખ્ય ખેલાડીઓ જેમ કે રોહિત શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને ખુદ વિરાટ કોહલી પણ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હોતા. અને આ કારણે હારનું કારણ IPL ને જણાવવામાં આવી રહ્યું છે.