ગુજરાત/ ગરમીનો પ્રકોપના કારણે ઉનાળુ વેકેશન એક અઠવાડિયું લંબાવવા શાળા સંચાલક મંડળની માંગ

રાજ્યમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેતા શાળાનું ઉનાળુ વેકેશન લંબાવવા માંગ કરાઈ છે.

Top Stories Gujarat Uncategorized
Beginners guide to 2024 06 01T161611.001 ગરમીનો પ્રકોપના કારણે ઉનાળુ વેકેશન એક અઠવાડિયું લંબાવવા શાળા સંચાલક મંડળની માંગ

ગુજરાત : રાજ્યમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેતા શાળાનું ઉનાળુ વેકેશન લંબાવવા માંગ કરાઈ છે. શાળા સંચાલક મંડળે રાજ્યમાં ગરમીના આતંકથી બાળકોને બચાવવા ઉનાળુ વેકેશન એક અઠવાડિયુ વધારવાની માંગ કરી છે. સંચાલક મંડળે માંગણી કરતા જણાવ્યું કે દિવાળી વેકેશનમાં એક અઠવાડિયાનો કાપ મુકો અને અત્યારે કાળઝાળ ગરમીથી બચવા વધુ દિવસોની રાહત આપો.

રાજ્યમાં અત્યારે ગરમીનો પારો 44 ડિગ્રીએ પંહોચ્યો છે. આ વર્ષે તાપમાનમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો. ત્યારે આગામી અઠવાડિયામાં શાળાઓનું વેકેશન પુરુ થવા જઈ રહ્યું છે. ગરમીનો પ્રકોપ યથાવત રહેતા સંચાલક મંડળે શિક્ષણ વિભાગ અને સરકારને રજૂઆત કરી છે કે શાળાઓમાં ચાલી રહેલું ઉનાળું વેકેશન 13 જૂનની જગ્યાએ 22 જૂન સુધી લંબાવવામાં આવે. જણાવી દઈએ કે CBSE શાળાઓ 22 જૂન પછી શરૂ થઈ રહી છે. પરંતુ ગુજરાત બોર્ડની શાળાઓ આગામી અઠવાડિયેથી શરૂ થશે. પરંતુ ગુજરાતમાં અંગદઝાડતી ગરમીમાં વિદ્યાર્થીઓ માટે શાળામાં વધુ મુશ્કેલીઓ પડી શકે છે. આથી સંચાલકે મંડળે પણ માંગ કરી છે કે સેન્ટ્રલ બોર્ડની જેમ ગુજરાત બોર્ડની શાળાઓ પણ મોડી શરૂ થવી જોઈએ.

શાળા સંચાલક મંડળના પ્રમુખ જણાવ્યું હતુ કે, આ વખતે ગરમી અને હીટવેવની અસર વધુ જોવા મળી છે. આવી ગરમીમાં 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરું થાય છે. વધુ પડતી ગરમીના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે ગરમી યથાવત રહેવાની હોય તો શાળાઓ એક સપ્તાહ મોડી ખોલવા શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ઉનાળુ વેકેશનમાં અત્યારે રાહત આપી આ સાત દિવસનો કાપ દિવાળી વેકેશનમાં મુકી શકાય. કારણ કે દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે તેની જગ્યાએ તેને 14 દિવસનું કરીને તે રજાના દિવસો આ વખતે ઉનાળું વેકશનમાં વધારી દેવા જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના