Not Set/ દેવરિયા શેલ્ટર હોમ કેસ: રાત્રે અચાનક ગાયબ થઇ જતી હતી છોકરીઓ, સવારે ફરી પહોંચી જતી

ઉત્તરપ્રદેશ. ઉત્તરપ્રદેશના દેવરિયામાં પણ બિહારના મુજ્જફરપૂર શેલ્ટર હોમ રેપ કેસ જેવી જ ઘટના સામે આવી છે. અહીં શેલ્ટર હોમથી ભાગેલી છોકરીઓએ જે આરોપ શેલ્ટર હોમ સંચાલકો પર લગાવ્યા છે તે ખુબ જ ગંભીર અને ચિંતાજનક છે. શેલ્ટર હોમથી છોડાવવામાં આવેલી છોકરીઓએ જે કહ્યું છે એ સાંભળીને તમે ચોંકી જશો. દેવરિયા આ શેલ્ટર હોમથી 24 છોકરીઓને […]

Top Stories India
Arrested GIRIJA and MOHAN Deoria Shelter Home દેવરિયા શેલ્ટર હોમ કેસ: રાત્રે અચાનક ગાયબ થઇ જતી હતી છોકરીઓ, સવારે ફરી પહોંચી જતી

ઉત્તરપ્રદેશ.

ઉત્તરપ્રદેશના દેવરિયામાં પણ બિહારના મુજ્જફરપૂર શેલ્ટર હોમ રેપ કેસ જેવી જ ઘટના સામે આવી છે. અહીં શેલ્ટર હોમથી ભાગેલી છોકરીઓએ જે આરોપ શેલ્ટર હોમ સંચાલકો પર લગાવ્યા છે તે ખુબ જ ગંભીર અને ચિંતાજનક છે.

શેલ્ટર હોમથી છોડાવવામાં આવેલી છોકરીઓએ જે કહ્યું છે એ સાંભળીને તમે ચોંકી જશો. દેવરિયા આ શેલ્ટર હોમથી 24 છોકરીઓને છોડાવવામાં આવી છે. જયારે લગભગ 18 છોકરીઓ હજુ પણ ગાયબ છે. જો કે આ ઘટના બાદ શેલ્ટર હોમને પ્રશાસને સીલ કરી દીધું છે.

છોકરીઓએ પોલીસને જણાવ્યું છે કે કેવી રીતે ગાડીઓથી લોકો શેલ્ટર હોમ આવતા હતા અને ત્યાંથી છોકરીઓને લઇ જતા હતા. એવામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેવરિયા ડીએમને ખખડાવતા આ મુદ્દે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

 

જયારે છોકરીઓએ જણાવાયું હતું કે રાત્રે એક મોટી ગાડીમાં મેડમ આવતા હતા અને અમને લઇ જતા હતા. આપને જણાવી દઈએ કે એક સમાચાર અનુસાર જાણકારી મળી હતી કે સવારે જયારે છોકરીઓ શેલ્ટર હોમ પાછી ફરતી હતી ત્યારે ગુમસુમ જણાતી હતી અને રડતી પણ હતી. જયારે તેઓ કહેતી હતી કે અમારી પાસે કામ પણ કરાવવામાં આવતું હતું.