Suicide/ કપરાડામાં પ્રેમીએ સગાઇની ના પડતા પ્રેમિકાએ ભર્યું આ પગલું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાં જ યુવતી ઝાડ પર લટકી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

Gujarat Others
a 64 કપરાડામાં પ્રેમીએ સગાઇની ના પડતા પ્રેમિકાએ ભર્યું આ પગલું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાં જ યુવતી ઝાડ પર લટકી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ યુવતીના પ્રેમીએ સગાઇની ના પડતા આઘાતમાં યુવતીએ જીવન ટૂંકાવી લીધુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, આ યુવતીને એક યુવક સાથે પ્રમ સંબંધ હતો. જો કે સગાઇના વાત કરતા પ્રેમી યુવકે તેમજ તેના પિતાએ ના પાડતા યુવતી આપઘાતનું પગલું ભર્યું હતું. યુવતીએ કપરાડાના વાડી ગામે પાયરીપાડા ફળિયામાં રહેતી અને ત્રણ વર્ષથી જે યુવકના પ્રેમમાં હતી તેના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઇ માતા -પિતા સાથે પહોચી હતી જ્યાં સગાઇ કરવા યુવકના પિતા અને યુવકે ઘસીને ના પાડી દેતા આઘાત પામેલી યુવતીએ આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો : અમદાવાદના પાયલોટ સાકેત કપૂરનું સિડની પ્લેન ક્રેશમાં મોત

યુવતીના પિતાએ પ્રેમી યુવક અને તેના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી. કપરાડાના વાડી ગામે ઢોર ચારવા ગયેલા દશમા બુધ્યાની નજર ઝાડ ઉપર લટકતી લાશ ઉપર પડતા સ્થળ નજીક જઈ ને જોતા મગસલ હોવાનું માલુમ પડ્યું હતું.

મૃતક યુવતીના પિતાએ આ મામલે પોલસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં ત્રણ વર્ષથી દીકરીનું શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. પિતાએ ન્યાયની માંગ કરતા જણાવ્યું હતું કે, લગ્નની લાલચ આપી મૃતકનો પ્રેમી માનસિક ત્રાસ તેમજ શોષણ કરતો હતો. પિતાની ફરિયાદ બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : પાલનપુરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપધાત