Not Set/ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની કરાઈ અટકાયત, ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપેલા નિવેદન પર કરાઈ કાર્યવાહી

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની પોલીસે અટકાયત કરી છે. તેમની રત્નાગીરીના ચિપલૂનમાંથી અટકાયત કરવામાં આવી છે. ધરપકડ પહેલા જામીન અરજી ફગાવી…

Top Stories India
અટકાયત

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની પોલીસે અટકાયત કરી છે. તેમની રત્નાગીરીના ચિપલૂનમાંથી અટકાયત કરવામાં આવી છે. ધરપકડ પહેલા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. રત્નાગીરી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. અગાઉ રત્નાગિરી પોલીસ અધિક્ષક નારાયણ રાણેને મળવા પહોંચ્યા હતા. કાગળની કાર્યવાહી થઈ અને નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી. નારાયણ રાણેને હવે રત્નાગિરિ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : બંગાળની ખાડીમાં 5.1 ની તીવ્રતાના અનુભવાયા ભૂકંપના આંચકા

નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશને આઝાદી મળ્યાને આટલાં વર્ષો થઈ ગયાં. અરે, હીરક મહોત્સવ શું? હું હોત તો કાનની નીચે મારત. તેમણે વધુમાં કહ્યું હતું કે સ્વાતંત્ર્ય દિવસ વિશે તમને ખ્યાલ ન હોવો જોઈએ? કેટલો ગુસ્સો અપાવે એવી વાત છે આ. સરકાર કોણ ચલાવી રહ્યું છે એ સમજાતું જ નથી. રાણે જ્યારે આ પ્રકારની ભાષા વાપરી રહ્યા હતા ત્યારે તેમની સાથે વિધાનસભાના વિપક્ષના નેતા પ્રવીણ દરેકર પણ ત્યાં હાજર હતા.

પોલીસ દ્વારા ઈસ્યુ કરાયેલા વોરન્ટ પર નારાયણ રાણેએ કહ્યું હતું કે આ વિશે મને કોઈપણ ઓફિશિયલ માહિતી નથી. પોલીસ તરફથી કોઈપણ નોટિસ મળી નથી. મેં કોઈ ગુનો કર્યો નથી. આ સિવાય મને કોઈ FIRની પણ માહિતી નથી. હું એક કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાનો સાંસદ છું, આ કારણે કાયદો શું છે એની મને સારી સમજણ છે.

આ પણ વાંચો :સોપોરના એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર

આ સમગ્ર મામલે બોલતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રીય પ્રધાનની ધરપકડ કરી શકતી નથી. ચંદ્રકાંત પાટીલે કહ્યું કે તેઓ નારાયણ રાણેના નિવેદનનું સમર્થન કરી રહ્યા નથી. પરંતુ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહ્યા હતા, તેમનું શું ?

દરમિયાન, નાસિક પોલીસ કમિશનર દીપક પંડ્યેએ મીડિયાને માહિતી આપી હતી કે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમે કાયદાનું પાલન કરી રહ્યા છીએ. ચંદ્રકાંત પાટીલના નિવેદન પર બોલતા તેમણે કહ્યું કે બંધારણ મુજબ માત્ર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જ ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં યુક્રેનનું પ્લેન હાઇજેક કરાયું

ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નારાયણ રાણેનું નિવેદન બચાવ કરી શકાય એવું નથી પરંતુ શિવસેના પોલીસનો દુરુપયોગ કરી રહી છે અને અમે નારાયણ રાણેને ટેકો આપીશું.

ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેના આ નિવેદનને લઈને વિવાદ એ સમયે થઈ રહ્યો છે જ્યારે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે.

આ પણ વાંચો :છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કોરોનાના 25 હજારથી વધુ નવા કેસ, આટલા લોકોએ ગુમાવ્યો જીવ