Not Set/ દેવભૂમિ દ્વારકા: સલાયા બંદરની જેટી પર લાંગરેલ જહાજમાં લાગી ભીષણ આગ

દ્વારકા:સલાયા બંદરના જહાજમાં આગ UAEના શારજાહની ખાલિદ જેટી પર સળગ્યું નુરે ફૈજાન MNV 1703 નામનું જહાજ સળગ્યું માલસામાન ભરતી વખતે જ અચાનક લાગી આગ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં દેવભૂમિ દ્વારકાનાં સલાયા બંદરની જેટી પર લાંગરવામાં આવેલા જહાજમાં ભીષણ આગ લાગી હતી. નુરે ફૈજાન MNV – 1703 નામનાં જહાજમાં અચાનક આગ લાગવાથી સળગ્યું હતું. […]

Gujarat Others
sayala દેવભૂમિ દ્વારકા: સલાયા બંદરની જેટી પર લાંગરેલ જહાજમાં લાગી ભીષણ આગ
  • દ્વારકા:સલાયા બંદરના જહાજમાં આગ
  • UAEના શારજાહની ખાલિદ જેટી પર સળગ્યું
  • નુરે ફૈજાન MNV 1703 નામનું જહાજ સળગ્યું
  • માલસામાન ભરતી વખતે જ અચાનક લાગી આગ
  • આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં

દેવભૂમિ દ્વારકાનાં સલાયા બંદરની જેટી પર લાંગરવામાં આવેલા જહાજમાં ભીષણ આગ લાગી હતી. નુરે ફૈજાન MNV – 1703 નામનાં જહાજમાં અચાનક આગ લાગવાથી સળગ્યું હતું. આ જહાજ સરજહાંથી યમનનાં સિકોતર બંદર જવા માટેનો માલસામાન ભરી રહ્યું હતું ત્યારે જ સલાયા બંદરગાહ પર જ અચાનક આગ લાગી હતી.

જહાજમાં આગ લાગવાની જાણ કરાતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો છે. અચાનક ફાટી નીકેળેલી આગનાં કારણની તપાસ ચાલી રહી છે. પરંતુ આગનાં કારણે જહાજમાં માલસામાનને ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમીક દ્રષ્ટીએ સામે આવી રહ્યું છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનીનાં સમાચાર મળ્યા નથી.

આપને જણાવી દઇએ કે, આ જહાજ જાવીદ ભાયાની માલિકીનું હતું. જાવીદ ભાયનું વધુ એક જહાજ દુર્ઘટનાનો શિકાર બન્યું હોવાનું સામે આવી રહ્યું છે. ગત વર્ષે પણ જાવીદ ભાયાનું જહાજ યમન ખાતે દરિયાના તોફાનમાં સપડાય જતા દુર્ઘટનાંનો શિકાર બન્યું હતું, અને મધદરિયે જલસમાધી લીધી હતી. દુર્ધટનામાં 17 જેટલા ખલાસીઓ લાપતા થયા હતા. જે હજુ સુધી લાપતા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

https://www.youtube.com/watch?v=-lJUpQt6TlU

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.