Not Set/ ફડણવીસનાં રાજીનામાં ઉપર પત્નીનું ટ્વિટ – “ફરી આવીશ, મૌસમ જરા બદલવા તો દે”

દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ભાવનાત્મક ટ્વીટ મોકલ્યું હતું. ફડણવીસની પત્નીનું આ ટ્વિટ ત્યારે આવ્યું છે જ્યારે તેના પતિએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે. આ ટ્વીટમાં ગઝલની લાઇનોનો ઉલ્લેખ કરતાં અમૃતા ફડણવીસે લખ્યું છે કે, “પાછી ફરીશ ડાળીઓમાં સુગંધ લઇને, પરિવર્તનની તલાશમાં છું, મૌસમ જરા બદલવા દે”. આપને જણાવી દઇએ કે, અમૃતા ફડણવીસ […]

Top Stories India
pjimage 27 ફડણવીસનાં રાજીનામાં ઉપર પત્નીનું ટ્વિટ - "ફરી આવીશ, મૌસમ જરા બદલવા તો દે"

દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ભાવનાત્મક ટ્વીટ મોકલ્યું હતું. ફડણવીસની પત્નીનું આ ટ્વિટ ત્યારે આવ્યું છે જ્યારે તેના પતિએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે. આ ટ્વીટમાં ગઝલની લાઇનોનો ઉલ્લેખ કરતાં અમૃતા ફડણવીસે લખ્યું છે કે, “પાછી ફરીશ ડાળીઓમાં સુગંધ લઇને, પરિવર્તનની તલાશમાં છું, મૌસમ જરા બદલવા દે”. આપને જણાવી દઇએ કે, અમૃતા ફડણવીસ પોતે ગાયિકા રહી ચૂક્યા છે.

અમૃતા ફડણવીસે હિન્દી અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને લખ્યું, “પાછી ફરીશ ડાળીઓમાં સુગંધ લઇને, પરિવર્તનની તલાશમાં છું, મૌસમ જરા બદલવા દે”. આ યાદગાર પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રનો આભાર. તમે જે પ્રેમ આપ્યો છે તેનાથી આ દિવસોને હું કાયમ માટે યાદ રાખીશ. મેં મારી શ્રેષ્ઠ ક્ષમતાને અનુકુળ મારી ભૂમિકા નિભાવવાનો પ્રયત્ન કર્યો, આ સમય દરમિયાન મારી એક જ ઇચ્છા હતી કે હું સકારાત્મક પરિવર્તન લાવી શકું. ” અમૃતા ફડણવીસ તેની ગાયકી અને તેના શો માટે ખૂબ જાણીતા છે. તેઓ ઘણીવાર જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળે છે.

અમૃતા ફડણવીસે જે ગઝલની લાઇન ટ્વીટ કરેલી છે, તે ગઝલની તેના પછીની લાઇનો નીચે મુજબ છે. “એ જ સ્ટેટસ એજ રુતબો હશે પાછો, હાવ સમય થોડો ખરાબ છે, તેને પસાર થવા દે”

આપને જણાવી દઈએ કે લગભગ 80 કલાકની ભરચક ઘટનાઓ પછી દેવેન્દ્ર ફડણવીસે, મંગળવારે બપોરે 3.30 વાગ્યે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. આ પછી, તેઓ રાજભવન ગયા અને રાજીનામું સુપરત કર્યું. ફડણવીસે કહ્યું કે તેમની પાસે બહુમતી નથી, તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે.

અમૃતા ફડણવીસે પણ 23 નવેમ્બરના રોજ પણ ટ્વીટ કરી હતી. 23 નવેમ્બરની જ સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ પછી, અમૃતાએ ટ્વિટ કર્યું હતું કે, “અભિનંદન દેવેન્દ્ર ફડણવીસ અને શ્રી અજિત પવાર, તમે તે કરી બતાવ્યું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.