સંવત 2076ની દિવાળી અને સંવત્ 2077નું નવુંવર્ષ , કેવી રીતે ઉજવશો ? જાણો ક્યો સમય છે શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ આપનારો ?
જ્યોતિષાચાર્ય શ્રી અમિત ત્રિવેદી (મો) 98255 22235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આ વર્ષે તિથિના ઉદય-અસ્તને ધ્યાનમાં રાખીને દિવાળના તહેવારોની ઉજવણી કઈ રીતે કરી શકાય ? આ પ્રશ્નોની સ્પષ્ટતા સૌ કોઈ ઝંખે છે. દિવાળીના તહેવારોની ઉજવણી કરવામાં અને યથોચિત પૂજા-અર્ચનામાં કોઈની ક્યાંય ક્ષતિ ન રહી જાય તે હેતુથી હું દિવાળીના પર્વોની સંપૂર્ણ વિગત આપને આપી રહ્યો છું.
દિવાળીના તહેવારોની ઉજવણી આ પ્રકારે થાય-
11 નવેમ્બર: બુધવાર – રમા એકાદશી
- 12 નવેમ્બર: ગુરુવાર – વાઘબારસ
- 13 નવેમ્બર: શુક્રવાર – ધનતેરસ
( સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ છે અને ત્યારબાદ કાળીચૌદશ )
ધનતેરસની ધનપૂજાનો સમય – (1) સવારે 6.53 થી 7.48 (2) સવારે 8.45 થી 9.35 (3) બપોરે 1.20 થી 1.47
- 14 નવેમ્બર: શનિવાર – બપોરે 18 સુધી ચૌદશ છે, ત્યારબાદ દિવાળી છે.
ચોપડાપૂજનના મૂહુર્ત – (1) બપોરે 2.20 થી સાંજે 4.30 સુધી અનુક્રમે લાભ અને અમૃત ચોઘડીયા છે. આ મૂહુર્ત દરમિયાન પણ ચોપડાપૂજન કરી શકાય (2) સાંજે 6.00 થી 7.00 દરમિયાન પણ ચોપડાપૂજન માટે યોગ્ય મૂહુર્ત છે તેનો પણ લાભ લઈ શકાય.
- 15 નવેમ્બર: રવિવાર – પડતર દિવસ
- 16 નવેમ્બર (કાર્તિક સુદ એકમ, સંવત 2077) : સોમવાર – સવારે 07 સુધી જ એકમ તિથિ છે, ત્યારબાદ બીજ છે એટલે નૂતનવર્ષ અને ભાઈબીજ સંયુક્ત ઉજવાશે.
તા. 16 નવેમ્બર, સોમવાર – નૂતનવર્ષનું મૂહુર્ત – સવારે 6.55 થી 7.50