તમારા માટે/ ડાયાબિટીસ : સુગર લેવલ ઘટાડવા રોજિંદા આહારમાં ચોક્કસ પ્રકારની રોટલીનું કરો સેવન

ડાયાબિટીસ રોગ ગંભીર છે. જાે કે આજે ડાયાબિટીસ એક સામાન્ય રોગ બની ગયો છે. દર 100 વ્યક્તિમાંથી પાંચ વ્યક્તિ આ રોગના દર્દી હોય છે. આ રોગના દર્દીએ સુગર લેવલનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

Tips & Tricks Trending Lifestyle Uncategorized
YouTube Thumbnail 2024 02 21T144436.527 ડાયાબિટીસ : સુગર લેવલ ઘટાડવા રોજિંદા આહારમાં ચોક્કસ પ્રકારની રોટલીનું કરો સેવન

જદેશમાં ઘણા સમયથી તેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. ડાયાબિટીસ ગંભીર રોગ હોવા છતાં સાધ્ય રોગ છે. તેને દૂર કરી શકાતો નથી પરંતુ નિયંત્રિત જરૂર કરી શકાય છે.

આ રોગને કારણે દર્દીના શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન યોગ્ય રીતે ઉત્પન્ન થતું નથી જે લોહીમાં સુગર લેવલને જાળવી રાખે છે. આવી સ્થિતિમાં લોહીમાં શુગર વધી જાય છે. આ એક એવો રોગ છે જેમાં દર્દીઓએ પોતાની ખાવાની આદતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને ખાવાની આદતો બદલીને જ તેને નિયંત્રિત કરી શકાય છે.

Diabetes Control Tips: ડાયાબિટીસના દર્દીઓએ ઘઉં સિવાય આ રોટલીનું સેવન કરવું જોઈએ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે - Gujarati News | Diabetes control: Patients with diabetes should ...

જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમારે તમારી દિનચર્યામાં ચોક્કસ પ્રકારના લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરવું જોઈએ, જે તમારી શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

રાગીનો લોટ : રાગીને સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઈએ. આ આપણા શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારે છે અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ રાગીના લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરી શકે છે.

Ragi Roti for Monsoon: ચોમાસામાં ખાઓ રાગીના લોટની રોટલી, સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા- Ragi Roti for Monsoon: Eat ragi flour roti during monsoon, health will get many benefits

બાજરીનો લોટ : બાજરીના લોટમાંથી બનેલી રોટલીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે બાજરીનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઘણો ઓછો હોય છે. આ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે વજન નિયંત્રણમાં પણ ઘણી મદદ કરે છે.

શિયાળામાં તમારા શરીરને ફિટ રાખશે બાજરીનો રોટલો, જાણો તેના ફાયદા - Gujarati News | | Bajra roti will keep your body fit in winter, know its benefits - | Bajra roti will

જુવાર : જુવારમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે જે શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ એક બરછટ અનાજ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓએ જુવારના લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરવું જોઈએ. તેનાથી દર્દીઓને શુગર કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.

Jowar Roti Recipe - Sorghum Flour Flatbread - Ministry of Curry

લીલી મેથી : ડાયાબિટીસમાં લીલી મેથીનું સેવન લાભદાયક રહે છે. મેથીમાંથી પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ઝિંક, ફોલેટ અને અનેક પ્રકારના વિટામિન્સ છે. પોષક તત્વોથી ભરપૂર મેથીના રોટલા ખાવાથી શરીરમાં બ્લડ સુગર નિયંત્રિત રહે છે. મેથીમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. મેથીમાં પ્રચર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોવાથી ઓછી ભૂખ લાગે છે. જેના કારણે સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃધમકી/ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી

આ પણ વાંચોઃFali S Nariman/વકીલાતના 70 વર્ષ, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ, જાણો કોણ હતા ફલી એસ નરીમન?

આ પણ વાંચોઃFali S Nariman/પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી ફલી એસ નરીમનનું નિધન, 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા