Not Set/ #મોકળા_મને #CM_વિજય_રુપાણી : શ્રેણીનાં ત્રીજા કાર્યક્રમમાં દિવ્યાંગો સાથે સંવાદ, આજે CM વડોદરા ખાતે

લોકો થકી, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર એટલે લોકશાહી, ભારતનાં બંધારણને ફલિતાર્થ કરતી સંવેદનશીલ ગુજરાત સરકારનાં સેના નાયક CM વિજય રુપાણી દ્વારા આજ મંત્રને સાથે અને માથે રાખી સામાન્ય માણસ સુધી પહોંચવા માટે ‘મોકળા મને’  બે તરફી સંવાદ કાર્યક્રમ ચાલું કરવામાં આવ્યો હતો. સામાન્ય માણસ રાજ્યનાં મુખ્યમંત્રી સુધી સીધો જ પહોંચી શકે તેવા […]

Top Stories
vijay rupani #મોકળા_મને #CM_વિજય_રુપાણી : શ્રેણીનાં ત્રીજા કાર્યક્રમમાં દિવ્યાંગો સાથે સંવાદ, આજે CM વડોદરા ખાતે

લોકો થકી, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર એટલે લોકશાહી, ભારતનાં બંધારણને ફલિતાર્થ કરતી સંવેદનશીલ ગુજરાત સરકારનાં સેના નાયક CM વિજય રુપાણી દ્વારા આજ મંત્રને સાથે અને માથે રાખી સામાન્ય માણસ સુધી પહોંચવા માટે ‘મોકળા મને’  બે તરફી સંવાદ કાર્યક્રમ ચાલું કરવામાં આવ્યો હતો.

સામાન્ય માણસ રાજ્યનાં મુખ્યમંત્રી સુધી સીધો જ પહોંચી શકે તેવા હેતુથી શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ પોતાની જાતમાં સફળતાની એક મીશાલ સાબિત થઇ છે. અને તમામ વર્ગને આ કાર્યક્રમ થકી મુખ્યમંત્રી સુધી પહોંચવાની ઉત્તમ તક સાંપડે તેવા હેતુંથી મુખ્યમંત્રી દ્વારા ‘મોકળા મને’ શ્રેણીનો ત્રીજો કાર્યક્રમ યોજવામાં આવશે.

મુખ્યમંત્રી દ્વારા ‘મોકળા મને’ શ્રેણીનાં યોજવામાં આવી રહાલા આ ત્રીજો કાર્યક્રમની વિશેષતા એ છે કે, આ વખતે CM રાજ્યના દિવ્યાંગો સાથે સંવાદ કરશે. રાજ્યભરની 22 સંસ્થાઓનાં 54 પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં સહભાગી થશે.

આજે CM વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે છે ત્યારે પોતાની વડોદરા શહેરની મુલાકાત દરમ્યાન CM રૂપાણી બે લોક કાર્યક્રમમાં હાજરી આપશે. ચાણસદ પ્રાસાદિક તળાવનાં નવીનીકરણનું ખાતમુર્હત CM દ્વારા કરાશે તો સાથે સાથે પાદરામાં CM રૂપાણીની જાહેરસભાને સંબોધી લોકો વચ્ચે રહી લોકો સુધી પહોંચવાની કોશિશને વેગ આપશે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 #મોકળા_મને #CM_વિજય_રુપાણી : શ્રેણીનાં ત્રીજા કાર્યક્રમમાં દિવ્યાંગો સાથે સંવાદ, આજે CM વડોદરા ખાતે