સુરત/ હીરાના વેપારીઓનું ફુલેકું ફેરવનારા હીરા દલાલની ધરપકડ

સુરતમાં હીરા દલાલની છેતરપિંડીની ઘટના સામે આવી હતી. હીરા દલાલ હીરા વેપરીઓને પહેલા વિશ્વાસમાં લેતો અને વધારે ભાવ મળશેની લાલચ આપી હીરા પડાવી લેતો હતો.

Gujarat Surat
હીરા દલાલ

સુરતમાં હીરા દલાલની છેતરપિંડીની ઘટના સામે આવી હતી. હીરા દલાલ હીરા વેપરીઓને પહેલા વિશ્વાસમાં લેતો અને વધારે ભાવ મળશેની લાલચ આપી હીરા પડાવી લેતો હતો.આવી રીતે હીરા પડાવતો દલાલ સાત કરોડના હીરા લઈને ફરાર થઈ ગયો હતો.દલાલ આરોપીને સુરત પોલીસે સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યો હતો અને હીરાનો મુદ્દામાલ કબ્જે કરાયો.

સુરતના વરાછા વિસ્તાર મા હીરા દલાલી કરતા એક દલાલે હીરા વેપારીઓ ને વિશ્વાસ માં કેળવી 32 જેટલા વેપારીઓ પાસેથી ઊંચા ભાવે હીરા વહેંચી આપવાની લાલચ આપી 7 કરોડ થી વધુ ના હીરા લઈ જઈ ભાગી જનાર આરોપી ની વરાછા પોલીસ સ્ટેશને સુરેન્દ્રનગર ખાતે થી ઝડપી પાડી કરોડો નો હીરાનો મુદામાલ કબ્જે કરી આરોપી ની ધરપકડ કરી હતી.

સુરતમા અનેક વખત છેતરપીંડી ની ઘટના સામે આવે છે.અવારનવાર લોકોને લાલચ આપી છેતરી લેવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તેવામાં સુરત ના વરાછા વિસ્તાર માં એક હીરા દલાલે 32 જેટલા વેપારીઓ ના કરોડો ના હીરા લઈ રફુચક્કર થઈ જવાની ઘટના બની હતી.સુરત માં રહી હીરા દલાલી કરતા મહાવીર ઉર્ફે મુસભાઈ અગ્રાવત છેલ્લા ઘણા સમય થી હીરા દલાલીના વ્યવસાઈ સાથે સંકળાયેલા છે..તેમના પિતા પણ છેલ્લા 25 વર્ષ થી હીરા દલાલીના વ્યવસાઈ સાથે સંકળાયેલા છે.જેથી તેમના પુત્ર મહાવીર પર આસાની થી હીરા વેપારીઓ ને ભરોસો થઈ ગયો હતો.

તેમના પિતાએ એટલા વર્ષ હીરા દલાલી કર્યા બાદ મહાવીર દલાલી ના વ્યવસાઈ સાથે જોડાયો હતો.મહાવીરે અલગ અલગ 32 જેટલા વેપારીઓ ને વિશ્વાસ લઈ ઊંચા ભાવે હીરા વહેંચી આપવાની લાલચ આપી અંદાજીત 7 કરોડ 86 લાખ 81 હજાર 264 રૂપિયા ના હીરા ના પેકેટ મેળવી લીધા હતા.હીરા આવી ગયા બાદ એકાએક મહાવીર ગાયબ થઈ ગયો હતો.થોડા દિવસ વેપારીઓ એ રાહ જોયા બાદ પણ મહાવીર દેખાયો ના હતો જેથી વેપારીઓ એ વરાછા પોલીસ મથક મા મહાવીર સામે છેતરપીંડી ની ફરિયાદ નોંધવી હતી.

વરાછા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતા ને જોતા પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા.તાપસ દરમ્યાન સામે આવ્યું હતું કે મહાવીરે પોતાની સાળીને ફોન આપ્યો હતો અને ફોન ફોર્મેટ મારી અને કાર્ડ ફેંકી દેવા જણાવ્યું હતું.પોલીસે મહાવીર  ના સગા સંબંધીઓ તરફ તપાસ નો દોર શરૂ કર્યો હતો.તે દરમ્યાન મહાવીર સુરેન્દ્રનગર ખાતે ગયો હોવાની બાતમી મળી હતી.જેથી પોલીસે તાત્કાલિક તપાસ કરી હતી.તપાસ દરમ્યાન સુરત ના પાંડેસરા પોલીસ મથક માં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ રજા પર હતો અને તે તેમના વતન સુરેન્દ્રનગર ખાતે હતો.વરાછા પોલીસ મથક દ્વારા તેમને તપાસ કરવા જણાવ્યું હતું.અને આ પોલીસ કોન્સ્ટેબલે ત્યાં જઈ તપાસ કરતા એક ઈસમ ત્યાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું..જેથી વરાછા પોલીસ તાત્કાલિક સુરેન્દ્રનગર જવા રવાના થઈ હતી.પોલીસે ત્યાં જઈ જોયું તો મહાવીર સુતેલી હાલત માં જોવા મળ્યો હતો.પોલીસે તાત્કાલિક મહાવીર ની પૂછપરછ કરી હતી.

મહાવીરે પોતાનો ગુનો કબુલ્યો હતો અને 7,86,81,264 ના હીરા કબ્જે કર્યા હતા સાથેજ 2,91,750 નું સોનુ કબ્જે કર્યું હતું.પોલીસે તેમની પૂછપરછ કરતા જણાવ્યું હતું કર દલાલી કામ થી કંટાળો આવી જતા મોટી કિંમત લઈ સેટ થઈ જવાય તે માટે હીરા લઈ નાસી છૂટ્યો હતો.પોલીસે આરોપી મહાવીરની ધરપકડ કરી 7,89,73,014  રૂપિયા નો મુદામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:સુરતમાં ATS અને SOG એ સંયુક્ત રેડ કરી ઝડપી પાડી કરોડોની ડુપ્લીકેટ નોટ

આ પણ વાંચો:દિલ્હીની તિહાડ જેલમાં રહી ચુક્યો છે પેપર લીકનો આરોપી કેતન બારોટ

આ પણ વાંચો:જુનિયર ક્લાર્ક પેપર લીક મામલો, આગામી 100 દિવસમાં નવી પરીક્ષા યોજાશેઃબોર્ડ