Carrer/ ડિજિટલ આર્કિટેક્ટ, વૈશ્વિક સ્તરે વિસ્તૃત થતી કારકિર્દી

ટૅક્નોલોજી માહિતી સાથે જોડાયેલા આ અભ્યાસનું મહત્ત્વ કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન પ્રોવાઈડ તરીકે વધુ છે

Education Trending Lifestyle
Digital Architect

Digital Architect: નવા જમાના માટે નવી કારકિર્દી વધુ લાભદાયક છે. ત્યાં સુધી પહોંચવા માટે અથાગ મહેનતની જરૃર છે, તો વળી મહારત પ્રાપ્ત થઈ ગયા પછી ઇચ્છા પ્રમાણે સેલરી પણ મેળવી શકાય છે. હાલમાં જે પ્રોફેશનની ડિમાન્ડ વધી રહી છે તે છે ડિજિટલ આર્કિટેક્ટ. કરિયર નિર્માણમાં ડિજિટલ આર્કિટેક્ટ, એન્ટપ્રાઇઝ આર્કિટેક્ટ અથવા આઈટી આર્કિટેક્ટ કારકિર્દી માટે બેસ્ટ માનવામાં આવે છે. ટૅક્નોલોજી માહિતી સાથે જોડાયેલા આ અભ્યાસનું મહત્ત્વ કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન પ્રોવાઈડ તરીકે વધુ છે. અન્ય રીતે કહીએ તો એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ તરીકે આ પ્રોફેશનની વિશિષ્ટ રૃપે ઓળખ બની રહી છે. જે અંતર્ગત ઇઆરપી, ઇ-કોમર્સ  વગેરેનું સંકલન કરવામાં આવે છે અને તેના દ્વારા જ ઇન્ડસ્ટ્રિયલ કાર્યક્ષમતા પર આધારિત વ્યાવહારિક સમાધાન એક્સપર્ટ્સને શોધવામાં આવે છે.

ડિજિટલ આર્કિટેક્ટ શું છે

ડિજિટલ આર્કિટેક્ટ (Digital Architect) ખાસ પ્રકારનો વ્યવસાય છે. જેમાં જુદા-જુદા ડિજિટલ- આઈટી ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈ કંપની દ્વારા ટર્નઓવર, પ્રોફિટ વગેરે જેવા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આવે છે. જો વ્યાપકપણાની વાત કરીએ તો આ અંતર્ગત પ્રયોગ કરવામાં આવનારી ટૅક્નોલોજીમાં કસ્ટમર અનુભવો, ક્લાઉડ ક્મ્પ્યૂટિંગ, એનાલિટિક્સ, ડેટા સાયન્સ, બિઝનેસ, એપ્લિકેશન્સ, સિક્યૉરિટી આર્કિટેક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટ્રેડિશનલ સાયન્સ અને ડિજિટલ થ્રીડી પ્રિન્ટિંગનંુ સંકલન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આ ક્રમમાં બિઝનેસ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય આઈટી પર આધારિત જુદી-જુદી ટૅક્નોલોજીથી પ્રાપ્ત કરેલા વિશ્લેષણ દ્વારા મેળવવામાં આવે છે. આ જ કારણોસર મોટી કોર્પોરેટ કંપનીઓ ડિજિટલ ટૅક્નોલોજીમાં વિભિન્ન રીતે માહિતગાર હોય તેવા લોકોને રાખે છે. જે મૅનેજમૅન્ટને બિઝનેસમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.

જવાબદારીઓ

કંપનીની આઈટી ટીમને (Digital Architect) માર્ગદર્શન આપવા ઉપરાંત મૅનેજમૅન્ટ દ્વારા નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આડે આવતી સમસ્યાને યોગ્ય સમયે ઓળખ કરવી ડિજિટલ આર્કિટેક્ટની પ્રાથમિક જવાબદારી છે.  ત્યાર બાદ પોતાના આઈટી ટૂલ્સની મદદથી મૅનેજમૅન્ટને સમયસર વૈકલ્પિક સમાધાનોથી વાકેફ કરવાનું કાર્ય કરે છે. તેમની સલાહ માનવી કે નહીં તે ટોચના વ્યવસ્થાપક પર નિર્ભર રહે છે. માર્કેટમાં કંપનીની પ્રોડક્ટ્સ અને સેવાઓ પર ગ્રાહકોના અભિપ્રાય એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવાનું કાર્ય પણ આ પ્રોફેશનલ્સની જવાબદારી છે. ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ રીતે જાણી તેના સંદર્ભે વિભાગોને સભાન કરવા ઉપરાંત આ બાબતે આઈટીની મદદ આપવી પણ તેમના કાર્યક્ષેત્રનો જ એક ભાગ છે. નવી ટૅક્નોલોજીની ઓળખ કરવી અને કંપની તેને અપનાવે તે માટે સાર્થક પ્રયત્ન કરવાનું કાર્ય પણ તેમની સૂચિમાં આવે છે. પ્રોફેશનલ્સની રિસર્ચ સ્કિલ જેટલી પાવરફુલ હશે લક્ષ્ય મેળવવામાં તેટલી જ સરળતા રહેશે.

વિકલ્પ

મલ્ટિનેશનલ કંપનીઓથી લઈને નાના લેવલની કંપનીઓમાં આવા ટ્રેન્ડ પ્રોફેશનલ્સ માટે નોકરીની તક રહેલી છે. આજે પણ આ પ્રકારની જોબની જાહેરાતો વૈશ્વિક સ્તરે જોવા મળે છે. પગાર અને ભથ્થા આઈટીના જુદા-જુદા વિભાગમાં મેળવેલી નિપુણતાના આધારે નક્કી કરવામાં આવે છે, પરંતુ એટલંુ ચોક્કસ છે કે આ પ્રોફેશનલ્સને મૅનેજમૅન્ટ હોદ્દાના સમકક્ષ વેતન મળી રહે છે. ઉચ્ચ કંપનીઓમાં ડિજિટલ આર્કિટેક્ટ તરીકે તમારી કાર્યક્ષમતા અને નિપુણતાથી પ્રાપ્ત કરેલી ઓળખથી થોડાં વર્ષો પછી સ્વતંત્ર રીતે કન્સલ્ટન્સી કરવા માટેના ભરપૂર વિક્લ્પો મળી રહે છે. જેમની ફી ક્લાઇન્ટ કંપનીના ટર્નઓવર અને કંપનીની શાખ પર નિર્ભર રહેલી હોય છે.

ટ્રેનિંગ-કોર્સીસ

આ ક્ષેત્રમાં ઓળખ બનાવવા માટે બીટેક (આઇટી-કમ્પ્યૂટર સાયન્સ) ઉપરાંત સૈપ, ઓરેકલ, જેએસએફ, જાવા, સર્વલેટ, સ્પિંગ, હાઇબરનેટ અને લોગ જેઆઈ જેવી ટ્રેનિંગ જરૃરી છે. આ ઉપરાંત આઈટીના નવા સોફ્ટવેરથી પણ પોતાની જાતને અપડેટ રાખવું જરૃરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ડિજિટલ ટૅક્નોલોજીનો ઉપયોગ સૂચનાઓનો ભેગી કરવા ઉપરાંત વિશ્લેષણ માટે પણ કરવામાં આવે છે. જેના પરિણામોના આધારે બિઝનેસ માટે ઉચ્ચ નિર્ણયો લેવામાં આવે છે. આ ક્ષેત્ર સંબધિત આઈટીનાં જુદાં-જુદાં સર્ટિફિકેટ કોર્સ માઇક્રોસોફ્ટ અને સિસ્કો જેવી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણી ખાનગી કંપનીઓ દ્વારા તથા ઓફલાઇન, ઓનલાઇન કોર્સ પણ ચલાવવામાં આવે છે. હાલના તબક્કે સરકારી સંસ્થાઓમાં આ વિષયને અનુરૃપ કોઈ પણ ડિગ્રી કે માસ્ટર્સ કોર્સ ઉપલબ્ધ નથી. આ જ કારણ છે કે આ ફિલ્ડમાં જે યુવાનો કારકિર્દી બનાવવા ઇચ્છતા હોય તેમને પોતાના લેવલ પર જ ટ્રેનિંગ પ્રોગ્રામ્સમાં ભાગ લેવાની જરૃર પડે છે.  અનેક પ્રકારના આઈટી ટૂલ્સમાં નિપુણ થઈને તેમાં કામ કરવાનો અનુભવ મેળવ્યા પછી જ પૂર્ણ રીતે ડિજિટલ આર્કિટેક્ટ બનવાની યોગ્ય તક મળી રહે છે.

પ્રોફેશનલ્સ માટે માત્ર આઈટીના જાણકાર હોવું પૂરતું  નથી. સાથે સાથે બિઝનેસમાં પણ તેમને રસ હોવો જરૃરી છે.  આ બંને વિષયોનું જ્ઞાન હોય તો જ ડિજિટલ આર્કિટેક્ટ તરીકે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી સમસ્યાઓનો વ્યવાહારિક ઉકેલ લાવવા માટે પ્રોફેશનલ્સ સક્ષમ બની શકે છે.

આ પડકારોને પાર કરવા માટે યુવાનોએ મહા મહેનત અને આઈટી ક્ષેત્રમાં આવનારી નવી-નવી માહિતીથી અપડેટ થવું જરૃરી છે. આ ક્ષેત્રમાં જેમ જેમ આગળ વધતા રહેશો તેમ તેમ રોજગારીના નવા વિક્લ્પ સામે આવતા રહેશે. દરેક કંપનીઓને નવી ટૅક્નોલોજી જાણતા હોય તેવા પ્રોફેશનલ્સની શોધ રહે છે. કોઈ પણ કંપની જૂના એન્જિનિયર અને નવી ટૅક્નોલોજીથી અજાણ્યા યુવાનોને ચાન્સ આપવા નથી માગતી. માટે યુવાનો માટે ડિજિટલ આર્કિટેક પ્રોફેશનની પસંદગી કરી પોતાનું ભાવિ ઉજ્જ્વળ બનાવવાની બેસ્ટ તક છે.