Gujarat Election/ દિલ કે અરમાન દિલ મે રહે ગયે, મુખ્યમંત્રી બનતે બનતે રહે ગયે!

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રીના નામ પર ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ હતી,આ રેસમાં પણ નીતિન પટેલ અગ્રેસર દાવેદારી હતી

Top Stories Gujarat
13 5 દિલ કે અરમાન દિલ મે રહે ગયે, મુખ્યમંત્રી બનતે બનતે રહે ગયે!

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગઇકાલે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના ઉમેદવારના ફાઇનલ નામ પર મહોર લાગી છે, આ બેઠક પહેલા જ અનેક વરિષ્ઠ અને દિગ્ગજ નેતાઓએ ટિકિટની દાવેદારી પાછી ખેંચી લીધી હતી. હવે તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની રાજકિય સફર પણ અહી પુરી થતા જોવા મળી રહી છે. નીતિન પટેલની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો તેમની કારકિર્દી 4 દશકા લાંબી છે. જોકે આ દરમિયાન તેઓ 3 વાર મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયા હતા.

નોંધનીય છે કે ભાજપના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા નીતિન પટેલ આ વિધાનસભાની ચૂંટણી લડવા નથી,નીતિન પટેલની કારકિર્દી શાનદાર શરૂ થઈ હતી. જોકે 2002માં તેઓ ચૂંટણી હારી ગયા હતા પરંતુ 2007માં કડી બેઠક પરથી જ ફરીથી તેઓ કડી બેઠક પર જીત્યા હતા. આ કમબેક પછી તેમને પાછળ વળીને ક્યારેય જોયું નથી. ઉલ્લેખનીય છે કે આનંદી બહેન પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની સાથે નીતિન પટેલનું નામ પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું હતું. જોકે આ દરમિયાન આનંદી બેન પટેલને તક મળી હતી. કેટલાક કારણોસર જ્યારે આનંદી બેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે ફરી એકવાર એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે હવે નીતિન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે.પરતું એવું બની શક્યું નહીં. ગુજરાતના નવા મુખ્યમંત્રી નીતિન પટેલ છે અને અમે તેની તૈયારી કરી રહ્યાં હતા. જો કે  અમિત શાહની પસંદ વિજય રૂપાણી રહ્યાં હતા પરંતુ નીતિન પટેલની નારાજગીના કારણે છેવટે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું હતું

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રીના નામ પર ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ હતી,આ રેસમાં પણ નીતિન પટેલ અગ્રેસર દાવેદારી હતી પણ છેલ્લી ઘડીએ ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે ઘોષણા કરવામાં આવી હતી. નીતિન પટેલ 3 વાર મુખ્યમંત્રી બનતા બનાત રહી ગયા હતા.

નોંધનીય છે કે   22 જૂન 1956માં નીતિન પટેલનો જન્મ વીસનગર ખાતે થયો હતો. તેમના દાદાને તેલ અને કાપડનો વેપાર હતો. આ દરમિયાન તેઓ કૌટુંબિક વેપારમાં પણ આગળ વધી શક્યા હોત પરંતુ નીતિન પટેલે યુવાનાવસ્થાથી જ રાજકારણમાં રસ દાખવ્યો હતો. તેમણે રાજકીય કારકિર્દી આગળ વધારવા માટે બી.કોમ.નો અભ્યાસ અધૂરો છોડીને રાજકારણમાં જંપલાવ્યું હતું.