Not Set/ રાજકોટમાં હોટલ પાર્કઈનમાં અન્ય રાજ્યની સગીરાને વેચવાના કૌભાંડની ચર્ચા,પોલીસનો દરોડો,ત્રણની અટકાયત

રાજકોટ સ્માર્ટ સિટીની સાથે દિવસે-દિવસે ગુનાખોરીનું બનતું જતું હોય તેવું લાગી રહ્યું છે.પોલીસને મળેલી ખાસ સનસનીખેજ બાતમીના આધારે રાજકોટમાં સદર બજારમાં આવેલી હોટલ પાર્ક ઇનમાં પોલીસ દ્વારા

Top Stories Gujarat
park inn રાજકોટમાં હોટલ પાર્કઈનમાં અન્ય રાજ્યની સગીરાને વેચવાના કૌભાંડની ચર્ચા,પોલીસનો દરોડો,ત્રણની અટકાયત

રાજકોટ સ્માર્ટ સિટીની સાથે દિવસે-દિવસે ગુનાખોરીનું બનતું જતું હોય તેવું લાગી રહ્યું છે.પોલીસને મળેલી ખાસ સનસનીખેજ બાતમીના આધારે રાજકોટમાં સદર બજારમાં આવેલી હોટલ પાર્ક ઇનમાં પોલીસ દ્વારા રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. બહારના રાજ્યની સગીરાને વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે મહારાષ્ટ્રના એનજીઓની ટીમ અને સમાજ સુરક્ષા વિભાગની ટીમ,મહિલા અભયમની ટીમ, તેમજ મહિલા પી.આઈની ટીમો સ્થળે પહોંચી હતી.

સમગ્ર દેશમાં હયુમન ટ્રાફિકિંગની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે રાજકોટમાં પણ આવી ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. જોકેરાજકોટના મહિલા પીઆઇ સેજલબેન અને તેમની ટીમે સતર્કતા દાખવતા સગીરાને બચાવી લેવામાં સંયુક્ત ટીમને સફળતા પ્રાપ્ત થઈ હતીસતત ત્રણ કલાક સુધી પોલીસ દ્વારા અહીં મળી આવેલી સગીરાની પૂછપરછ કરી હતી. વિવિધ ટીમો દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સગીરાની પૂછપરછ ઉપરાંત હોટલના રજિસ્ટર પર એન્ટ્રી કરનાર અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

સગીરાને પૂછપરછ દરમિયાન બહાર આવેલી બાતમીના આધારે આ ગુનાખોરીમા સંડોવણીના આરોપ હેઠળ બે પુરુષ અને એક મહિલા આરોપીની અટકાયત કરવામાં આવી હતી.જ્યારે સગીરાને લાવનાર અન્ય બે શખ્સોને તપાસની ગંધ આવ્યા બાદ ગાયબ થયા હતા. સગીરાને ક્યાંથી લાવવામાં આવી તે અંગે પોલીસ તેમજ ટીમ દ્વારા પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ સગીરાને ક્યાંથી લાવ્યા તેની તેમજ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

sago str 8 રાજકોટમાં હોટલ પાર્કઈનમાં અન્ય રાજ્યની સગીરાને વેચવાના કૌભાંડની ચર્ચા,પોલીસનો દરોડો,ત્રણની અટકાયત