Not Set/ સિદ્ધપુર/ સરકારી નર્સિંગ કોલેજમાં લંપટ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં ન આવતા હંગામો 

સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં લંપટ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં ન આવતા ગાંધીનગરથી કોલેજની મુલાકાતે આવેલ એડિશનલ ટીમને છાત્રાઓ દ્વારા 6 કલાક રૂમમાં જ ઘેરાવો કરવામા આવ્યો હતો. કોલેજના છાત્રો દ્વારા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરવામા આવી હતી. ટીમ દ્વારા સસ્પેન્ડ થાય તેવી લેખિતમાં બાંહેધરી આપતા ટીમને જવા દેવામા આવી હતી. ગાંધીનગરથી આવેલ ટીમના અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ […]

Gujarat Others
ધુમ્રપાન 1 સિદ્ધપુર/ સરકારી નર્સિંગ કોલેજમાં લંપટ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં ન આવતા હંગામો 

સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં લંપટ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં ન આવતા ગાંધીનગરથી કોલેજની મુલાકાતે આવેલ એડિશનલ ટીમને છાત્રાઓ દ્વારા 6 કલાક રૂમમાં જ ઘેરાવો કરવામા આવ્યો હતો. કોલેજના છાત્રો દ્વારા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરવામા આવી હતી. ટીમ દ્વારા સસ્પેન્ડ થાય તેવી લેખિતમાં બાંહેધરી આપતા ટીમને જવા દેવામા આવી હતી. ગાંધીનગરથી આવેલ ટીમના અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ અને મીડિયાની સામે ફોન કરતા લંપટ પ્રિન્સિપાલ દ્વારા અધિકારીને આ મામલે ફોન પર જ પતાવટ કરવાનું કહેતાં વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ હતી.

સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં લંપટ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં ન આવ્યો હોય કોલેજની મુલાકાતે આવેલ ગાંધીનગરથી એડિશન લ ટીમને છાત્રોએ 6 કલાક રૂમમાં જ ઘેરાવો કરી સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ત્યારે અંતે લેખિતમાં ટીમ દ્વારા સસ્પેન્ડ થાય તેવી યોગ્ય કાર્યવાહી કરવાની લેખિતમાં બાંહેધરી આપતા ટીમને જવા દીધી હતી. સાત દિવસનું અલ્ટીમેટમ બાદ 11 દિવસ સીધી કોઈ કાર્યવાહી ના કરવામાં આવતા છાત્રોએ ફરી ગાંધીનગર નિયામક અને મુખ્યમંત્રીને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ સાથેના પોસ્ટકાર્ડ લખી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

સિદ્ધપુર નર્સિંગ કોલેજમાં શુક્વારે ગાંધીનગરથી નર્સિંગ આસિસ્ટન્ટ ડાયરેક્ટર મયુર ડામોર અને ઋષિ પટેલની ટીમ આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હોવા છતાં સસ્પેન્ડ કરવામાં કેમ નથી આવ્યો તે બાબતે જવાબ આપવામાં આવે તેવા આક્રોશ સાથે બપોરે 2 વાગ્યાના અરસામાં રૂમની અંદર બેઠેલ ટીમને સાંજના આઠ વાગ્યા સુધી કોલેજમાંથી જવા દીધી ન હતી અને અંતે ટીમે તેમને લેખિતમાં પ્રિન્સિપાલ સસ્પેન્ડ થાય તે પ્રમાણેની કાર્યવાહી કરવાની બાંહેધરી મામલો શાંત પડ્યો હતો.

ગાંધીનગરથી આવેલ ટીમના અધિકારી મયુર ડામોર એ લંપટ પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલને વિદ્યાર્થીઓ અને મીડિયાની સામે સ્પીકર પર ફોન કરતા લંપટ પ્રિન્સિપાલ દ્વારા અધિકારી મયુર ડામોરને આ મામલે ફોન પર જ પતાવટ કરવા કહેતાં વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.