Not Set/ કાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ માં કેસરીયો ધારણ કરશે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિઠ્ઠલ હિરપરા

રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં કાંગરુ ખરવાની શરૂઆત થતા સ્થાનિક રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા આવતીકાલે

Top Stories Rajkot
vitthal

રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં કાંગરુ ખરવાની શરૂઆત થતા સ્થાનિક રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા આવતીકાલે ધોરાજી ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં જિલ્લા ભાજપની ટીમ દ્વારા કેસરીયો ખેસ પહેરવા જય રહ્યા છે ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડાં સર્જાયા છે અને ભાજપ માટે તોડજોડનું રાજકારણ શરૂ થઈ ગયું છે.

Rajkot Congress president Indranil Rajyaguru resigns over 'improper functioning' of party's Gujarat unit - Politics News , Firstpost

Politics / નેપાળમાં નવી સરકાર! ચીનના રવાડે ચઢવું નેપાળને પડ્યું ભારે, ર…

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ જિલ્લા ભાજપની નવનિયુક્ત ટીમ જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનીષભાઈ ચાગેલા તેમજ જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપિયા ભાજપના વરિષ્ઠ અગ્રણી વી ડી પટેલ શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા વિગેરે ટીમ દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા સાથે પરામર્શ કર્યા બાદ તેવો કોંગ્રેસ છોડી આવતીકાલે શનિવારે સાંજે 4:00 વાગે ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રાજ્યના શિક્ષણમંત્રી અને ભાજપના વરિષ્ઠ અગ્રણી રાજકોટ જિલ્લાના પ્રભારી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ રાજકોટ જિલ્લાના સંગઠનના પ્રભારી પ્રકાશભાઇ સોનીની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કેસરિયો પહેરાવશે, અને રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા વિઠ્ઠલભાઈ હિરપરા સાથે અનેક ધૂરંધર કાર્યકતર્ઓિ કોંગ્રેસ છોડી ભાજપમાં કેસરીયો ખેસ પહેરવાના છે. ભાજપમાં આનંદ છવાયો છે અને આ બાબતે તડામાર તૈયારી ચાલી રહી છે.

#CoronaUpdate / રાજ્યમાં કોરોનાની ગતિમાં ઘટાડો, આજે નોધાયા આટલા નવા કેસR…Mohan Kundariya, BJP MP from Rajkot set to find place in Union Cabinet - The Economic Times

ધોરાજી ભાજપના વરિષ્ટ અગ્રણી વી ડી પટેલ તેમજ ધોરાજી શહેર ભાજપ્ના પ્રમુખ વિનુભાઇ માથુકિયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે કોંગ્રેસના જિલ્લા મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા અમારા સંપર્કમાં છે અને તેઓ આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે જે અંગે રાજકોટ જિલ્લા ભાજપ્ના હોદ્દેદારો તેમજ ભાજપના વરિષ્ઠ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજકોટ જિલ્લાના પ્રભારી પ્રકાશભાઈ સોની તથા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા મહામંત્રી મનસુખભાઈ રામાણી મંત્રી હરસુખ ભાઇ ટોપિયા વિગેરે રાજકોટ જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ ધોરાજી શહેર ભાજપના હોદ્દેદારોની હાજરીમાં વિઠ્ઠલ હિરપરા તેમજ તેમની ટીમ વિધિવત્ રીતે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરશે અને કેસરીયો ખેસ આગેવાનો પહેરાવશે.

રાજકોટ / મુખ્યમંત્રી રૂપાણી કરશે આવતીકાલે 1200 કરોડના ખર્ચે નિર્માનાધ…

એ બાબત ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો ગઢ ગણાતા ધોરાજીમાં લલિત વસોયા ના સાથી ગણાતા વિઠ્ઠલભાઈ હિરપરા જેવો રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે તેમની સાથે એક કાંકરે બે પક્ષી મારી ધોરાજીના કોંગ્રેસના ગઢમાં ગાબડા પડયા છે. ભાજપના સૂત્રો આ બાબતને થી શરૂઆત ગણાવી રહ્યા છે તેમજ કેટલાક એવું જણાવી રહ્યા છે કે આગે આગે દેખીએ હોતા હૈ ક્યા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…