Not Set/ બોટાદઃ 15 દિવસથી ડિસ્ટ્રિક્ટ કો.પરેટિવ બેંકમાં રૂપિયા ના મળતા લોકોએ મચાવ્યો હોબાળો

બોટાદઃ છેલ્લા 35 દિવસથી સમગ્ર દેશની જનતા હાલાકી ભોગવી રહી છે. લોકો પોતાના જ નાણાં બેંકમાંથી ઉપાડવા માંટે કલાકો સુધ લાઇનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. ધણા લોકોનો જ્યારે વારો આવે છે ત્યારે બેંકમાથી નાણાં ખાલી થઇ જાય છે. ત્યારે બોટદના ગઢડાના ટાટમ ગામે લોકોએ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંક બહાર હોબાળો કર્યો હતો. બેંકમાં છેલ્લા 15 […]

Gujarat

બોટાદઃ છેલ્લા 35 દિવસથી સમગ્ર દેશની જનતા હાલાકી ભોગવી રહી છે. લોકો પોતાના જ નાણાં બેંકમાંથી ઉપાડવા માંટે કલાકો સુધ લાઇનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. ધણા લોકોનો જ્યારે વારો આવે છે ત્યારે બેંકમાથી નાણાં ખાલી થઇ જાય છે. ત્યારે બોટદના ગઢડાના ટાટમ ગામે લોકોએ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંક બહાર હોબાળો કર્યો હતો. બેંકમાં છેલ્લા 15 દિવસથી રૂપિયા નથી મળી રહ્યા જેથી લોકોએ હંગામો કર્યો હતો. હંગામાને જોતા બેંક કર્મચારીઓ બાજુના મકાનમાં ઘુસી ગયા હતા. સમગ્ર મામલાને થાળે પાડવા માટે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

તો બીજી તરફ બેંકોમાં આવેલી ત્રણ દિવસની રજાએ લોકોને વધુ મુશ્કેલીમાં મુકી દીધા હતા. ત્યારે આજે ફરી બેંકો ખુલતા બેંકો અને ATM બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી.