કોરોના/ જિલ્લાના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

બે દિવસથી તાવ-શરદી થતા ખાનગીમાં ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા : હોમ આઇસોલેટ

Gujarat
Untitled 41 6 જિલ્લાના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

હળવદ -ધ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાને છેલ્લા બે દિવસથી શરદી-તાવ થયા બાદ ખાનગીમાં કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા હાલ હોમ આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે ધારાસભ્ય સબરીયાએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં કોરોના પોઝિટિવ આવ્યા છે.

આ  પણ વાંચો:Covid-19 / રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ, ઘરે ક્વોરેન્ટાઈન

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ-ધ્રાંગધ્રા મત વિસ્તારના મોરબી રહેતા ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાને છેલ્લા બે દિવસથી શરદી-તાવ થતા ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પોઝિટિવ રિપોર્ટ આવતા આજે સવારે તેઓએ સોશિયલ મીડિયા ઉપર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જણાવી તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ રિપોર્ટ કરાવી લેવા સલાહ આપી હતી.

નોંધનીય છે કે, બે દિવસ પૂર્વે ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા કલેકટર કચેરી ખાતે મળેલી રીવ્યુ બેઠકમાં હાજર રહ્યા હતા અને કલેકટરની નજીક જ બેઠા હતા. આજે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. અને તેમની પૌત્રીને પણ તાવ આવતો હોય કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે. હાલમાં ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા હોમ આઇસોલેટ થયા છે. અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ હોમ કોરેન્ટાઇન થવા તેઓએ અપીલ કરી છે.