Divya pahuja murder case/ દિવ્યા પહુજા મર્ડર કેસઃ મોડેલનો મૃતદેહ મળ્યો

દિવ્યા પહુજા મર્ડર કેસમાં પોલીસને મોડેલનો મૃતદેહ શોધવામાં સફળતા મળી છે. છેલ્લા કેટલાય દિવસોથી દિવ્યાનો મૃતદેહ શોધતી પોલીસને છેવટે સફળતા મળી છે. પંજાબ પોલીસે એનડીઆરએફની મદદથી દિવ્યાનો મૃતદેહ હરિયાણાના ટોહાના નહેરથી જપ્ત કર્યો છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 13T125637.129 દિવ્યા પહુજા મર્ડર કેસઃ મોડેલનો મૃતદેહ મળ્યો

નવી દિલ્હીઃ દિવ્યા પહુજા મર્ડર કેસમાં પોલીસને મોડેલનો મૃતદેહ શોધવામાં સફળતા મળી છે. છેલ્લા કેટલાય દિવસોથી દિવ્યાનો મૃતદેહ શોધતી પોલીસને છેવટે સફળતા મળી છે. પંજાબ પોલીસે એનડીઆરએફની મદદથી દિવ્યાનો મૃતદેહ હરિયાણાના ટોહાના નહેરથી જપ્ત કર્યો છે.

દિવ્યા પહુજાના મૃતદેહ પરના ટેટુથી તેની ઓળખ કરવામાં આવી છે. તેના મૃતદેહ શોધવા ગુરુગ્રામ પોલીસના 100થી વધુ જવાન રોકાયેલા હતા. ડીસીપી ક્રાઇમ વિજ પ્રતાપે જણાવ્યું હતું કે હરિયાણા જિલ્લાના ફતેહાબાદ જિલ્લાના ટોહાનામાં પંજાબથી આવતી ભાખરા નહેરમાંથી તેનો મૃતદેહ મળ્યો છે.

પોલીસે દિવ્યાની હત્યાના 11 દિવસ પછી તેનો મૃતદેહ શોધ્યો છે. મૃતદેહને શોધવા માટે એનડીઆરએફના 25 સભ્યોની ટીમ પતિયાલા પહોંચી હતી. દિવ્યાનો મૃતદેહ મળ્યા પછી પોલીસે તેનો ફોટો દિવ્યાના કુટુંબને મોકલ્યો હતો અને તેના મૃતદેહની ઓળખ કરી હતી.

બીજી જાન્યુઆરીના રોજ ગુરુગ્રામના ધ સિટી પોઇન્ટ હોટેલમાં દિવ્યાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. તેના પછી ગુરુગ્રામની ક્રાઇમ બ્રાન્ચની છ ટીમ મૃતદેહને શોધવામાં લાગી હતી. દિવ્યાના મૃતદેહને ઠેકાણે પાડનારા આરોપી બલરાજ ગિલની પશ્ચિમ બંગાળ સરકારે ધરપકડ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેણે દિવ્યાના મૃતદેહને હરિયાણાની ટોહાના નહેરમાં ફેંક્યો હતો.

દિવ્યાની હત્યા કરનારા હોટેલ માલિક અભિજિતની પોલીસે પહેલા જ ધરપકડ કરી લીધી છે. તેણે જ દિવ્યાના મૃતદેહને ઠેકાણે પાડવા બલરાજ ગિલને સોંપ્યો હતો. બલરાજ ગિલને ત્યારે પકડવામાં આવ્યો જ્યારે તે દેશ છોડીને ભાગવાની તૈયારી કરી રહ્યો હતો.

ગુરુગ્રામ એસીપી (ક્રાઇમ) વરૂણ દહીયાએ જણાવ્યું હતું કે બલરાજ ગિલને કોલકાતા એરપોર્ટ પર જ પકડવામાં આવ્યો હતો. તે પતિયાલા બસ સ્ટેન્ડ પર ગાડી લગાવ્યા પછી ભાગી ગયો હતો. તેનો વધુ એક સાથી રવિ બંગા પણ ફરાર છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ