Ahmedabad/ દિવાળીની રજા કેન્સલ…સિવિલનાં ડોક્ટરો અને સ્ટાફ જોવામાં આવશે ખડાપગે

અમદાવાદ સિવિલમાં ડોકટરો-સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. કોરોના વોરિઅર્સ તરીકે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ યથાવત રીતે દિવાળીમાં પણ કામગીરી કરશે.

Ahmedabad Gujarat
thanking a doctor 1 દિવાળીની રજા કેન્સલ...સિવિલનાં ડોક્ટરો અને સ્ટાફ જોવામાં આવશે ખડાપગે
  • અમદાવાદ સિવિલમાં કોરોના વોરિઅર્સ ખડેપગે
  • દિવાળીમાં નહીં માણે રજાનો આનંદ
  • કોરોનાને કારણે સિવિલમાં ડોકટરોની રજા કેન્સલ
  • સિવિલમાં સ્ટાફની દિવાળી રજા પણ કરાઇ કેન્સલ
  • દિવાળીમાં કોરોના વોરિઅર્સ તરીકે કરશે કામગીરી
  • છેલ્લાં બે દિવસથી કોરોનાનાં દર્દીની વધી સંખ્યા
  • અન્ય હોસ્પિટલનાં ડોકટરો પણ ફરજ પર રહેશે હાજર
  • ગુજરાતમાં ડોક્ટરો ફરી ઉતર્યા કોરોના સામેની જંગનાં મેદાનમાં

અમદાવાદ સિવિલમાં ડોકટરો-સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. કોરોના વોરિઅર્સ તરીકે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ યથાવત રીતે દિવાળીમાં પણ કામગીરી કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શિયાળો બેસી ચૂક્યો હોવાનાં અણસારો છે અને જ્યારે પહેલેથી જ ભયસ્થાન છે કે, શિયાળામાં કોરોના વધુ મજબૂત બની શકે છે. અને આવું થતું નોંધવામાં પણ આવી રહ્યું છે કે, છેલ્લાં બે દિવસથી કોરોનાનાં કેસોમાં વધારો થયો છે.

બરોબર આ બાબતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે દુનિયાનાં અનેક દેશમાં કોરોનાની સ્થિતિ વધુ જટીલ જોવામાં આવી રહી છે. અને અનેક દેશોમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું હોવાનાં કારણે લોકડાઉન પણ પાછુ લગાવી દેવામાં આવ્યું છે, ત્યારે રાજ્યમા હાલ કન્ટ્રોલમાં જોવામાં આવી રહેલા કોરોનાને જો માથું ઉચકતો દેખાય તો ઉડતો જ ડામી દેવા માટે સરકાર અને ડોક્ટર્સે કરમ કસી છે.  અમદાવાદ સિવિલમાં ડોકટરો-સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવ્યાની સાથે સાથે શહેરની અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ રજા જોવામાં નહી આવે અને દિવાળી સમયે પણ ડોક્ટરો પોતની ફરજમાં જોવામાં આવશે.