India's Foreign Trade/ શું તમે જાણો છો…બજેટ પહેલાં જ સરકારે આ વસ્તુની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો

મંગળવારે નાણા મંત્રાલયે આયાત દરમાં કપાત થશે તેવી જાહેરાત કરી હતી. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના કેન્દ્રીય મંત્રી અશ્નિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કસ્ટમ ડ્યુટીનું તર્કસંગતકરણ ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી છે. તે નિશ્ચિતતા અને સ્પષ્ટતા લાવે છે. આ પગલાં ભરવાથી ભારતમાં મોબાઈલ ફોન ઉત્પાદનની…

Top Stories India Tech & Auto Business
YouTube Thumbnail 2024 02 01T180702.225 શું તમે જાણો છો...બજેટ પહેલાં જ સરકારે આ વસ્તુની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો

New Delhi News: સરકારે મોબાઈલ ફોન (Mobile phone)બનાવવા વપરાતા પાર્ટસ પર લાદવામાં આવતી આયાત દર(Import duty)માં 15 ટકાથી 10 ટકાનો ઘટાડો કર્યો છે. સ્માર્ટફોનની નિકાસને વધુ સ્પર્ધાત્મક (Competitive)અને જટિલ માળખાને (Complicated Structure)કારણે ઉદભવતા અર્થઘટનના પ્રશ્નોને કરવા આ નિર્ણય લીધો છે.

મિકેનિકલ પાર્ટસ(Mechanical Parts) જેવાં કે, બેટરી કવર, ફ્રન્ટ કવર, એન્ટેના, સિમ સોકેટ, સ્ક્રૂ વગેરે કન્ડક્ટિવ ક્લોથ(Conductive Cloth), LCD કન્ડક્ટિવ ક્લોથ ફૉમ વગેરે વિક્રેતાઓ દ્વારા સામનો કરવામાં આવતા ખર્ચના દબાણને ઘટાડવાની અપેક્ષા દેખાઈ રહી છે. મોબાઈલ ફોનની નિકાસને (Exports) વેગ મળશે તેવું માર્કેટ ટ્રેકર્સ કહી રહ્યા છે. ઘણા લોકો સ્માર્ટફોનની કિંમતો ભાર દેશના બજારોમાં 3 ટકા જેટલી નીચી જશે તેવું દેખાઈ રહ્યું છે. તો કેટલાકનું માનવું છે કે તેનાથી કોઈ મોટી અસર થશે નહિં. કારણ કે અમુક પાર્ટસને કપાત દરમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

મંગળવારે નાણા મંત્રાલયે આયાત દરમાં કપાત થશે તેવી જાહેરાત કરી હતી. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના કેન્દ્રીય મંત્રી અશ્નિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કસ્ટમ ડ્યુટીનું તર્કસંગતકરણ ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી છે. તે નિશ્ચિતતા અને સ્પષ્ટતા લાવે છે. આ પગલાં ભરવાથી ભારતમાં મોબાઈલ ફોન ઉત્પાદનની ઈકોસિસ્ટમ મજબૂત થશે.

ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA), જે એપલ, ડિક્સન ટેક્નોલોજીસ અને અન્ય અગ્રણી મોબાઈલ ફોન ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેને જણાવ્યું હતું કે, આ પગલું નિકાસ આધારિત વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતા તરફ સરકારના નીતિલક્ષી અભિગમમાં પરિવર્તનની શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે.

 ICEA ના ચેરમેન પંકજ મોહિન્દ્રુએ જણાવ્યું હતું કે, “ઓછા ઇનપુટ ટેરિફ પર સવારી કરીને બિલ્ડીંગ (Riding on building) સ્કેલ ભારતને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન (Electronics manufacturing) અને નિકાસ માટે વૈશ્વિક હબ (Global hub)માં પરિવર્તિત કરવા માટે ચાવીરૂપ છે. આ પગલું ભારતને વિશ્વ કક્ષાએ લઈ જશે.” આ મહિનાની શરૂઆતમાં ઈન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા જારી કરાયેલ સ્માર્ટફોન ઈનપુટ ઘટકો પરના ટેરિફ પરના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ચીન (સરેરાશ 3.7%) અને વિયેતનામ (સરેરાશ 0.7%) સહિત અન્ય છ ઉત્પાદક દેશોમાં ભારતમાં સૌથી વધુ ટેરિફ (સરેરાશ 8.5%) છે. માર્કેટ ટ્રેકર કાઉન્ટરપોઇન્ટ રિસર્ચે જણાવ્યું હતું કે આ પગલું સ્માર્ટફોન ઉદ્યોગમાં માગ પેદા કરવાના હેતુથી છે.

ICEA એ પણ જણાવ્યું હતું કે, “અન્ય” ચિહ્નિત ઘટકો પરની કસ્ટમ ડ્યુટી 2018માં 5%થી વધારીને 15% કરવામાં આવી હતી. જેના કારણે ખોટા અર્થઘટનના મુદ્દાઓ ઉભા થયા હતા અને ઉદ્યોગ માટે અજાણતાં જટિલતાઓ ઊભી થઈ હતી. જોકે, આ સૂચનાએ આ કેટેગરીમાં ઘટકોની ફરજોને 10% સુધી તર્કસંગત બનાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસમાં 29 હજારથી વધુ બેઠકો ખાલી, સરકારે સોગંદનામું રજૂ કર્યુ

આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ